Abtak Media Google News

ધોરાજી નાં પૂરવઠા નિગમ ની ઓફિસ પર ખેડૂતો વહેલી સવાર થી લાંબી લાઈનો કરીને ઘઉં ની ખરીદી ની પ્રક્રિયા શરૂ થઈ છે આમ ધોરાજી પંથક નાં ખેડૂતોને જાણ કરાઈ નથી પણ ખેડૂતો ને પોતાની રીતે વાયા મીડીયા જાણ થતાં કે ઘઉં ની ખરીદી ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેથી વહેલી સવારથી ખેડૂતો પોતાનું રજીસ્ટ્રેશન કરવા માટે લાઈન લગાવી દીધી હતી ક્યારે નોંધણી થાશે ક્યારે ઘઉં ની ખરીદી શરૂ કરાશે એ સતાવાર જાહેરાત કરી નથીં પણ અમુક લેવલે થી એવું જાણવા મળ્યું છે કે આખાં ગુજરાત માં અગીયાર લાખ થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયાં છે આ પ્રક્રીયા કઈ રીતે ચાલે છે કોનાં મારફત ચાલે છે કોનાં રજીસ્ટ્રેશન થઈ જાય છે એ પણ એક પ્રશ્ન છે એક તપાસ નો વિષય છે નાનાં ખેડૂતો હેરાન પરેશાન થાય છે જેને સરકાર સાથે અથવાતો અધિકારી સાથે લીંક હોય એ ખેડૂતો નું રજીસ્ટ્રેશન તેમનાં ઘર બેઠાં થઈ જાય છે એવોખેડૂતો નો આક્ષેપ છે અને મીડીયા સમક્ષ પોતાની વ્યથા ઠલવી હતી આ બાબતે ધોરાજી ખેડૂત અગ્રણી એવાં પંકજ ભાઈ હિરપરા તથા સામાજિક આગેવાન વિઠ્ઠલ ભાઈ હિરપરા એ પોરબંદર સાંસદ રમેશ ભાઈ ધડુક ને રજુઆત કરી હતી ત્યારે રજીસ્ટ્રેશન ની કામગીરી તાત્કાલિક શરૂ થાય અને ખેડૂતો ને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં એવું આયોજન કરવામાં આવ્યું હતું રજીસ્ટ્રેશન પ્રક્રીયા માટે ખેડૂતો ને ટોકન સીસ્ટમ આપી ને ક્રમ પ્રમાણે નોંધણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.