Abtak Media Google News

તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદન પત્ર અપાયા: ઉગ્ર સૂત્રોચ્ચાર, પાક વિદેશ મંત્રીનું પુતળુ સળગાવાયું: રાજ્યપાલને પણ અપાયું આવેદન

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ નાપાક હરકત કરતા ભારતના વડાપ્રધાન અને વૈશ્ર્વિક લીડર નરેન્દ્રભાઇ મોદી વિરૂધ્ધ આપતીજનક ટીપ્પણી કરતા પીએમને ગુજરાતના કસાઇ કહ્યા હતા. જેનાથી દેશભરમાં ભારે જનાક્રોશ ફાટી નિકળ્યો છે. આજે ભાજપ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ ભાજપ દ્વારા આજે રાજ્યવ્યાપી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તમામ જિલ્લાઓમાં ઉગ્ર વિરોધ કરતા ભાજપના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દરમિયાન પ્રદેશ ભાજપના શિર્ષ નેતૃત્વ દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ગઇકાલે એક નાપાક નિવેદનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કસાઇ કહ્યા હતા. તેઓની આ નાપાક હરકતથી દેશભરમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. દેશની જનતામાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ભાજપના કાર્યકરોએ પાકિસ્તાનના વિદેશ મંત્રી વિરૂધ્ધ વ્યાપક સૂત્રોચ્ચાર પોકાર્યા હતાં. તેઓનું પુતળું સળગાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા તાજેતરમાં દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરી તેમનું અપમાન કરેલ છે.

નરેન્દ્રભાઈ મોદીનું અપમાન એ માત્ર તેમનું જ અપમાન નહીં પરંતુ સમગ્ર ભારત દેશ અને ગુજરાતનું અપમાન છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવેલ તે ટિપ્પણી સાબિત કરી આપે છે કે પાકિસ્તાન હંમેશા થી આતંકવાદનું સમર્થન કરતું રહ્યું છે. વિદેશ મંત્રાલયના એક અહેવાલ પ્રમાણે આજે પણ પાકિસ્તાનમાં 125 જેટલા આતંકી સંગઠનો કાર્યરત છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવેલા અભદ્ર ટીપ્પણી વિરુદ્ધ આજે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ઉગ્ર દેખાવો કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વગણ દ્રારા રાજ્યપાલને બપોરે આવેદન પત્ર આપવામા આવ્યું હતું

ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા, વિવિધ મોરચા તેમજ જીલ્લાના આગેવાનો દ્રારા રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેકટરોને આવેદનપત્રો આપવામાં આવ્યા હતાં. દરેક જીલ્લામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના આવા આતંકી વિચારોને નશ્યત કરવા તેમજ પાકિસ્તાનને યોગ્ય જવાબ પાઠવવાનો સમગ્ર દેશમાંથી એક સુર ઉઠ્યો છે ત્યારે ગુજરાતની જનતા તેમના લોકલાડીલા અને હૃદય સમ્રાટ સમા યશસ્વી પ્રધાનમંત્રીનું અપમાન સહન ન જ કરી શકે.આ ઘટનાના આગામી દિવસોમાં ઘેરા પડઘા પડે તેવી સંભાવના જણાય રહી છે. દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.