Abtak Media Google News

અનિલ અંબાણીએ પત્રમાં રાહુલ ગાંધીએ રાફેલ સોદા મામલે કરેલા આક્ષેપોનો જવાબ આપ્યો, ગાંધી પરિવાર સાથે ચાર દશકા પુરાણા સન્માનીય સંબંધોનો ઉલ્લેખ કર્યો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર પર શાબ્દીક પ્રહારો કરતી વખતે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ લીમીટેડ ઉપર પણ આક્ષેપ કરાયા હતા. આ આક્ષેપનો અનિલ અંબાણીએ પત્ર લખીને જવાબ આપ્યો છે. રાફેલ ડીલ મળવા દરમિયાન રિલાયન્સ ડિફેન્સ પાસે રક્ષા ક્ષેત્રના મેન્યુફેકચરીંગને લઈ કોઈ જ અનુભવ ન હોવાના રાહુલ ગાંધીના આરોપો મામલે અનિલ અંબાણીએ પત્રમાં કહ્યું છે કે, રિલાયન્સ ડિફેન્સ પાસે પાણીવાળા જહાજ બનાવવાનો અનુભવ હતો.

અંબાણીએ લેટરમાં કહ્યું છે કે, આ ડિલ રિલાયન્સ ડિફેન્સને એ કારણે મળી કે રિલાયન્સ પાસે ડિફેન્સશીપ બનાવવાનો અનુભવ હતો. આ પત્રમાં અનિલ અંબાણીએ ગાંધી પરિવાર સો માનભર્યા સંબંધોનો ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે કહ્યું છે કે, આ પ્રકારના આક્ષેપોથી મને દુ:ખ થયું છે. તેમણે પત્રમાં કહ્યું છે કે, અમારી પાસે જરૂરી અનુભવ તો છે જ તેની સાથે સાથે ડિફેન્સ મેન્યુફેકચરીંગ ક્ષેત્રના કેટલાક મહત્વપૂર્ણ સ્થળોએ અમે અગ્રતાનું સન પણ ધરાવીએ છીએ. તેમણે કહ્યું હતું કે, રિલાયન્સ ડિફેન્સ પાસે ગુજરાતના પીપાવાવમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટુ શિપયાર્ડ છે જયાં હાલ પાંચ નેવલ ઓફશોર પેટ્રોલ વિશલનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉત્પાદન ભારતીય નેવી માટે થાય છે. આ ઉપરાંત કોસ્ટગાર્ડ માટે ૧૪ પેટ્રોલ બોટનું પણ નિર્માણ થઈ રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકાર દ્વારા ફ્રાન્સમાં ૩૬ રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય બે સરકાર વચ્ચેના કરાર અંતર્ગત કરવામાં આવ્યો છે. આ ૩૬ વિમાનોનું મેન્યુફેકચરીંગ ફ્રાન્સમાં થશે અને તેની ડિલીવરી ડિસોલ્ટ મેન્યુફેકચરીંગ કારખાનાી ફલાઈ અવે આધાર પર ભારતીય હવાઈ દળને આપવામાં આવશે તેમાં ભારતીય કંપનીની કોઈ ભૂમિકા નથી.

તેમણે કહ્યું હતું કે, મારા પિતાએ વિશ્ર્વની સૌથી મોટી પેટ્રો કેમીકલ્સ રિફાઈનરીની સપના કોઈપણ ફોર્મલ એજયુકેશન કે તે ક્ષેત્રના અનુભવ વગર કરી હતી. તમને પરર્ફોમ કરવાની તક મળે છે તે માત્ર અનુભવી નહીં પરંતુ માઈન્ડ સેટ અને ડેડીકેશની મળે છે. ભારતને મજબૂત બનાવવાનો સંકલ્પ છે. એક પોતાના પત્રમાં અનિલ અંબાણીએ કોંગ્રેસ સોના જૂના સંબંધોને વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગાંધી પરિવાર સાથે અમારા પરિવારના સબંધ ચાર દશકા પુરાણા છે. આ પ્રકારના આક્ષેપોથી મને દુ:ખ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.