Abtak Media Google News

જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ભાંકોદર ગામના ખેડૂતો, બેરોજગાર યુવાનો તથા ગ્રામજનો દ્વારા રાજુલા પ્રાંત અધિકારી અને જાફરાબાદ મામલતદાર  મારફતે  રાજ્યપાલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમાં જણાવાયું હતું કે  ભાંકોદર ખાતે આવેલી સ્વાન એલ.એન.જી પ્રાઈવેટ લિમિટેડ કંપની જે ગામની જમીનનો ઉપયોગ કરે તો પણ ભાંકોદર ગામનો કાંઈ ઉલ્લેખ સુધ્ધા કરેલ નથી અને અન્ય સ્થળ ના નામે પ્લાન દર્શાવવામાં આવેલ છે

કંપની દ્વારા ગેસ પરિવહનના કારણે કાર્ગો ગેસના કારણે લોકોને તથા પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચનાર છે તેમજ કંપની પોતાના પ્રોજેક્ટ રિપોર્ટમાં માનવ વસાહત નથી તેવું જણાવ્યું હતું પરંતુ પ્લાન્ટ થી ભાંકોદર ગામ ફક્ત ૧ કિલોમીટરના અંતરે છે તેમજ પ્લાનની તદ્દન નજીક ખેડૂતોનાં મકાનો પણ આવેલા છે

કંપનીના અધિકારીઓ શરૂઆતમાં ગ્રામજનોને એવું કહેલ કે તમારા ગામની જમીન અમારે જમીન નથી જોઈતી તેવું કહેતા હતા પરંતુ આજે કંપનીએ તંત્ર તથા પોલીસ તંત્રનો દૂર ઉપયોગ કરી ગામની ગૌચરની ખરાબાની સરકારી પડતર જમીન તથા ખેડૂતોની માલિકની ૯૦૦ વિઘા થી વધું જમીન પર કબજો જમાવ્યો છે કંપનીના પ્લાન નજીક આવેલા માનવ વસાહતોને મામુલી વળતર ચુકવીને મકાનો તોડી પાડવામાં આવ્યા છે

કંપનીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં કબજો જમાવ્યો છે જેના કારણે ગામના બેરોજગાર યુવાનો જેણે માછીમારીની ટ્રેનિંગ લીધેલી છે તેને કારણે માછીમારોને નુકસાન પહોંચેલ છે દરિયાકાંઠે વસતા માછીમારોના મકાન કંપનીએ વળતર ચુકવ્યા વગર જ કબજો લઈ લીધો છે કંપની ગામની  જમીન પર કબજો લેવા માટે ખેડૂતોને ધાક ધમકી આપી તથા ખેડૂતોના ઉભા પાકને નુક્સાન કરી વળતર ચુકવ્યા વગર જ કબજો જમાવ્યો છે

કંપની ગામનાં ભોળા તથા અભણ લોકો ને અંગ્રેજીમાં લખાણ આપી ખેડૂતો તથા ગ્રામજનો સાથે છેતરપિંડી કરે છે કંપનીના પ્રોજેક્ટ વિસ્તારમાં સિંહોની અવર-જવર છે તથા કાચબાઓ ઈંડા મુકવા માટે આવતા હોઇ છે. તેમજ કંપનીએ મેન્ગ્રુવના વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢી નાખ્યું છે તેના કારણે પર્યાવરણને તથા દરિયાઇ જીવસૃષ્ટિને માથે ભારે જોખમ ઊભું થયેલું છે

કંપની ગામની ૯૦૦ વીઘા જેટલી જમીનનો ઉપયોગ કરી રહી છે પરંતુ આ કંપની થી ગામને કાંઈ પણ લાભ થતો નથી અને નુકસાન પહોંચાડે છે ગામનાં બેરોજગાર યુવાનોને રોજગારી નો કોઈ લાભ પણ મળનાર નથી જેવાં મુદ્દે ગ્રામજનોએ પાંચ દિવસ માં કંપનીનું કામ બંધ કરાવવામાં આવે અને સ્વાન એલ.એન.જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીને ભાંકોદર ગામ માંથી દૂર કરવામાં આવે અને જો આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તો આંદોલન કરવામાં આવશે આંદોલનકારી અશોકભાઈ ભાલિયા ભાણાભાઈ ગુજરીયા જીલુભાઈ બારૈયા અજયભાઈ શિયાળ હિતેશભાઈ વાળા દેવદાનભાઈ સાંખટ મધુભાઈ સાંખટ મંગાભાઈ બારૈયા લાલાભાઈ શિયાળ પાચાભાઈ ધુંધળવા મેઘાભાઈ બારૈયા ખીમજીભાઈ ધુંધળવા કમલેશભાઈ કવાડ રામજીભાઈ સાંખટ બચુભાઈ સાંખટ વિનુભાઇ ભીલ હિંમતભાઈ સાંખટ સોડાભાઈ ચાવડા સહિતના લોકોએ આવેદનપત્ર આપી કડક રજૂઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.