Abtak Media Google News

પવર્તમાન કોરોના મહામારીમાં શહેરમાં રકતની તીવ્ર ખેંત વરતાઇ રહી છે ત્યારે યુવા વર્ગ તથા પ્રજામાં જનજાગૃતિ લાવીને એનિમલ હેલ્પલાઇનના મિતેષભાઇ ખેતાણીના વિવિધ પ્રયાસોના ભાગરુપે આજે સ્વામીનારાયણ ચોક ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં પ0 થી વધુરકતદાતાએ રકતદાન કરેલ હતું. કેમ્પનું આયોજન થેલેસેમીયા પીડીત બાળકોને રકત વિનામૂલ્યે મળે તેવા આશયથી કરાયું હતું. જેમાં પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલની બ્લડ બેંકે સેવા આપી હતી.કેમ્પના પ્રારંભે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી વોર્ડના કોર્પોરેટર નીતીન રામાણી, જીતુભાઇ સેલારા, સુરેન્દ્રસિંહ વાળા સાથે ડો. વલ્લભભાઇ કથીરીયા સહિતના મહાનુભાવો હાજર રહીને સંસ્થાની સેવાને બિરદાવી હતી.એનિમલ હેલ્પલાઇનના સહયોગમાં યુવા ગ્રુપના હિતેષ ખખ્ખર, નેહાબેનની લગ્નતીથી નિમિતે આ કેમ્પનું આયોજન કરીને થેલેસેમીયાગ્રસ્ત  બાળકોને સહાયભૂત થયા હતા. જેમાં મીત ખખ્ખર, સેંજલ મહેતા, વિજય ટોળીયા, નારણ બોડીયા, શૈલેષ ડાંગર, ધવલ પરમાર અને કેમ્પ ઓર્ગેનાઇઝર મનીષ પરીખે જહેમત ઉઠાવીને કેમ્પને સફળ બનાવ્યો હતો. કેમ્પમાં રકતદાન કરનાર રકતદાતાને ચકલીના માળા, પાણીની કુંડી, સેનેટાઇઝર અને બર્ડ ફિડર સાથે આકર્ષક સેવા સર્ટિફીકેટ આપવામાં આવ્યા હતા. કેમ્પમાં યુવા ગ્રુપના તમામ મિત્ર મંડળે સુંદર વ્યવસ્થા સંભાળી હતી.

થેલેસેમીયા ના બાળકોને રકત પુરુ પાડો: મિતલ ખેતાણી એનિમલ હેલ્પલાઇન

Img 20210512 Wa0042

એનિમલ હેલ્પ લાઇનના પ્રમુખ મિતેષ ખેતાણીએ રકતદાતાઓને થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને માટે રકતદાન કરવા યુવા વર્ગને ભારપૂર્વક જણાવેલ હતું. આજે કોરોનાના દર્દીને પ્લાઝમા અને અન્ય હાર્ટ, કિડની, એકિલડન્ટ જેવા માં રકત જરુર છે ત્યારે રકતદાતા રકતદાન કરીને કોઇકના જીવન બચાવી શકે છે.

શહેરમાં લોહીની તીવ્ર ખેંચ છે ત્યારે સૌને રકતદાન કરવા અપીલ: સેંજલ મહેતા (સામાજીક કાર્યકર)

Img 20210512 Wa0043

કોરોના મહામારી વચ્ચે શહેરની તમામ બ્લડ બેંકમાં લોહીની તીવ્ર ખેંચ છે ત્યારે સૌ નગરજનો અને ખાસ યુવાવર્ગે રકતદાન કરવા સામાજીક કાર્યકર સેંજલ મહેતાએ અનુરોધ કર્યો હતો. વેકિસન લેતા પહેલા અને કોરોનામાંથી સાજા થયા બાદ 28 મે દિવસે પ્લાઝમા ડોનેટ કરવા પણ જણાવાયું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.