Abtak Media Google News

મનુષ્ય જીવની રચના કુદરતી રચના છે. કુદરતે જે કંઇપણ રચના કરી છે તે રમણીય, અલભ્ય અને સુંદર રચના છે. પરંતુ તેમાંથી સર્વશ્રેષ્ઠ એટલે જ મનુષ્ય, જેને વિચારશીલ મગજ આપ્યું છે. ત્યારે એ મનુષ્ય જ્યારે કુદરત જેવી રચના કરવા જાય છે. ત્યારે કેવું ક્રિએશન આપે છે તે આ પ્રાણીઓની તસ્વીર જોઇ તમે અંદાજ લગાવી શકો છો.

– પાંખ વગરનો મુર્ગો :

Offbeat
offbeat

આ ફોટોમાં દેખાતો અજીબ મુર્ગા વર્ષ ૨૦૦૦માં રેહોવો એગ્રોનોમી ઇન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યા હતાં. જેનો મુખ્ય ઉદ્ેશ એ જીવને ગરમ દેશમાં રહેવાનાં આદતી બનાવવાનો હતો. જેમાં નિષ્ફળતા પ્રાપ્ત થતા એ પ્રોજેક્ટને રદ કરવામાં આવ્યો હતો.

– માનવીય ભૂંડ :

Offbeat
offbeat

ચાઇનાનં વૈજ્ઞાનિકોએ એવો નવતર પ્રયોગ કરવાન કોશિશ કરી હતી. જેનો ભવિષ્યમાં માણસોનાં ઓર્ગનની કમીને દૂર કરવાના મુખ્ય ઉદ્ેશ હતો. એ પ્રયોગ વર્ષ-૨૦૧૭ની શરુઆતમાં ચાઇનીઝ વૈજ્ઞાનિકો દ્વારા ભૂંડ અને માણસનાં અમ્બ્રિયોને ભેગા કરી એવું ભુંડ બનાવાયું જેમાં હ્યુમ ઓર્ગન હોય, અને તેમા સફળતા પણ મળી. પરંતુ તેનો દૂરુપયોગ ન થાય તેનું પણ ધ્યાન રખાયું છે.

મચ્છર :

Offbeat
offbeat

મચ્છરનાં વધતા ઉપદ્રવને નાથવા યુકેનીએક કંપનીએ એક એવું મચ્છર તૈયાર કર્યુ જે મચ્છરની જાતીને જ નષ્ટ કરી દે. પરંતુ કેટલાંક વિરોધ બાદએ પ્રોસેસ બંધ કરાઇ હતી.

– માણસનાં કાન વાળો ઉંદર :

Offbeat
offbeat

આ એવો ઉંદર બનાવવામાં આવ્યો હતો. જેનુ શરીર તો ઉંદર જેવું જ હતું પરંતુ કાનનો આકાર મનુષ્યના કાન જેવો મોટો હતો.

સુપર ડોગ્સ :

Offbeat
offbeat

કુતરું એ વફાદાર પ્રાણી છે અને એટલે જ આર્મીમાં તેને વધુ તાકાતવાન અને સ્ફૂર્તિલુ બનાવવ ચાઇનાનાં વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ સ્વરુપે સાત કૂતર પસંદ કર્યા હતા. જેમાં તે સામાન્ય કૂતરા કરતાં વધુ શક્તિશાળી બને પરંતુ આ પ્રયોગ તેમાંથી માત્ર ૨ કૂતરા પર જ સફળ થયો હતો.

 

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.