Abtak Media Google News

અંજાર સમાચાર

ઢોરીના દિલીપ આહિરની આત્મહત્યા અને હની ટ્રેપ મામલામાં છ મહિનાથી ફરાર અંજારના એડવોકેટ આકાશ મકવાણાની ધરપકડ કરાઈ છે . ભુજ તાલુકાના મૂળ ઢોરી ગામના પરંતુ માધાપર રહેતા અને ટ્રક ટ્રાન્સપોર્ટ તથા પેટ્રોલ પંપ વ્યવસાય સાથે સંકળાયેલ દિલીપ આહીરની છ મહિના અગાઉ બનેલી શંકાસ્પદ આત્મહત્યાની ઘટના અને હની ટ્રેપના મામલામાં ફરાર આરોપી અંજારના એડવોકેટ આકાશ મકવાણાને ભચાઉ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો.

કચ્છમાં ચકચારી હની ટ્રેપ અને આત્મહત્યા મામલે અત્યાર સુધી બે વકીલો સહિત લગભગ નવ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે હજુ પણ ત્રણથી ચાર આરોપી ફરાર છે એ પૈકી અંજારનો એડવોકેટ આકાશ મકવાણા ભચાઉ હોવાની બાકીના આધારે રેન્જ I.G., અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભચાઉ ખાતે વોચ ગોઠવી આરોપી આકાશ મકવાણાને પકડી પાડ્યો હતો.

નોંધનીય છે કે ચકચારી હની ટ્રેપ અને આત્મહત્યાના મામલામાં પાલારા જેલમાં બંધ મનીષા ગોસ્વામી દ્વારા ષડયંત્ર રચીને હની ટ્રેપ ઘટનાને અંજામ અપાયું હતું જેમાં અત્યાર સુધી લગભગ 8 થી 9 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે જેમાં બે વકીલોનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત આ ઘટનામાં ચારથી પાંચ વકીલોની ભૂંડી ભૂમિકા હોવાનું જાહેર થયું હતું જેમાં એક મહિલા એડવોકેટ કોમળ જેઠવાનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે ભચાઉ ખાતેથી પકડાયેલ આકાશ મકવાણા અને કોમલ જેઠવા એક સાથે ફરાર થઈ ગયા હતા. અંજારમાં અનેકને ખિસ્સામાં ઉતાર્યાની ચર્ચા છે તેવા આકાશ મકવાણા અને કોમલ જેઠવા પૈકી આકાશ મકવાણા પકડાઈ જતા કોમલ જેઠવા પણ આસપાસમાં જ હોવાની શક્યતા જોવાય છે એ પણ નોંધનીય છે કે આ બંને આરોપીઓ દ્વારા આગોતરા જામીન માટે પ્રયાસ થયા હતા જેમાં કામયાબી ન મળતા આખરે બંનેને પોલીસ સમક્ષ હાજર થવા સિવાય છૂટકો ન હતો અને આકાશ મકવાણા ભચાઉથી ઝડપાઈ ગયો છે જ્યારે કોમલ જેઠવા પણ નજીકની જ કોઈ ભીંત પાછળ છુપાયેલી હોવાની શક્યતા જોવાય છે.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.