Abtak Media Google News

૨૩૦૦ અઠ્ઠમ તપની સાથે કાર્યક્રમની પૂણાહૂતિ:મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વિશેષ ઉપસ્થિતિ

પરમાત્મા શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ ભગવાનનો અંજનશલાકાનો ભવ્ય કાર્યક્રમ ગચ્છાધિપતી આ દોલતસાગરસુરિ, મહારાજા તેમજ પ્રેરણાદાતા અનુયોગ ચાર્ય લબ્ધિચંદ્રસાગરજી મહારાજા આદિ ૪૦૦થી વધુ સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રામાં પરિપૂર્ણ થયો.આ કાર્યક્રમમાં આ નંદીવર્ધન સાગરસુરિજી બંધુ બેલડી આ,જિનચંદ્રસાગરસુરિજી આ હેમચંંદ્રસાગરસુરિજી આ કલાસુંદરસુરિ, હર્ષવલ્લભસુરિજી, સોમસુંદર સુરિજી, નયપહ્મસાગરજી આદી ગુરૂભગવંતોએ નિશ્રા પ્રદાન કરી ૨૬ જાન્યુઆરીના સવારે  અલગ-અલગ વિષયના વામા માતાના ૨૩૦૦ થાળ લઈને શ્રાવિકાઓે ઉમટયા હતાં. જેમાં મીઠાઈમાંથી  શંખેશ્ર્વરપુરમ તીર્થ પ્રભુના પાંચ કલ્યાણકો, અલગ-અલગ તીર્થો વગેરે બનાવ્યા હતા. શરૂઆત સવારે  પુ.ગુરૂભગવંતોના મંગલાચરણથી થઈ હતી જેમાં તીર્થના પ્રેરક લબ્ધિચંદ્રસાગરજી મ.સા.ની વિશેષ એન્ટ્રી થઈ હતી. સમારોહમાં હાજર પાંચ હજાર જૈનો ઘરેથી એક-એક કિલો મિઠાઈ બનાવીને લઈ આવ્યા હતા અને પ્રભુના જન્મોત્સવની ખુશીમાં  આ મિઠાઈ કોસ મેદનની  બહાર ફેશન સ્ટ્રિટમાં પધારતી જૈનોત્તરોમાં વહેંચવામાં આવી હતી રવિવારે સાંજે  મહોત્સવમા ભુતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ,શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંત.ભાજપી વિધાનસભ્ય અને જૈન અગ્રણી મંગલ પ્રભાત લોઢા, વિધાનસભ્ય રાહુલ નાર્વેકર સહિત અનેક મહાનુભાવો પધાર્યા અને સાહેબના આશિર્વાદ લીધા હતા.

આ પ્રસંગે વિનમ્રસાગરજી, હેમચંદ્રસાગરસુરિજી, સાગરચંદ્રસાગરસુરિજી, આનંદ ચંદ્રસાગર તેમજ વિરાગ ચંદ્રસાગરજી વી.મ.સા.ઓએ  પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.જેઓ  લામા માતાના થાળ બનાવીને લાવ્યા હતાં તેમને ૧૫ ઈનામો આપવામાં આવ્યાં  હતા.સાંજે અંજન ઘુંટવાનો  કાર્યક્રમ તેમજ કુમારપાળ મહારાજાની આરતી જિનાલયમાં થઈ હતા.રાત્રે પડકાર નામનું  નાટક અને રાત્રે ૧૨ થી ૩ વાગ્યા સુધી અંજનવિધી જિનાલયમાં ચાલી હતી.તમામ ગુરૂ ભગવંતો વરદ હસ્તે પ્રભુમાં પ્રાણ પુરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.