Abtak Media Google News

તાજેતરમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કોંગ્રસ દ્વારા નર્મદામાં આવેલું પૂર માનવસર્જિત હોવાનો દાવો કરાયો છે. નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ શરૂ થયું છે. નર્મદાના પૂર મુદ્દે કોંગ્રેસે સરકાર સામે બાંયો ચઢાવી છે. આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપ્યું છે.

કોંગ્રસ દ્વારા નર્મદામાં આવેલું પૂર માનવસર્જિત હોવાનો દાવો: કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને મળીને આવેદનપત્ર પાઠવ્યું

આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, પ્રધાનમંત્રી ગુજરાતની બે દિવસની મુલાકાત હતા ત્યારે કોંગ્રેસને એવું હતું કે પ્રધાનમંત્રી ભરૂચ અને નર્મદા જિલ્લાની મુલાકાત લેશે અને સરકારે મજાક કરતું આપેલા પેકેજમાં પ્રધાનમંત્રી નવું પેકેજ જાહેર કરશે. જોકે આમ થયું નથી. નર્મદા પૂરની સ્થિતિને લઈને કોંગ્રેસ પક્ષે રાજ્યપાલને રજુઆત કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ હેઠળ તપાસ પંચ રજૂ કરવામાં આવે. નર્મદા નદીમાં પાણી છોડવાની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજની ની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે. જો તપાસ મા સરકાર સાચી માલુમ પડશે તો અમે કોંગ્રેસ પક્ષ જનતાની માફી માંગીશું. સરકારે જાહેર કરેલ સહાય પેકેજ અપૂરતું અને ઓછું છે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, રાજ્યપાલ પાસે રજુઆત કરવાંમા આવી છે કે વધુ સહાય સાથેનું પેકેજ જાહેર કરવામાં આવે. શુકલતીર્થ પાસે એક આદિવાસી સમાજના ભાઈ પૂરમાં તણાઈ ગયા છે. તેમના પરિવાર ને હજુ સુધી સરકારે સહાય જાહેર નથી કરી. પૂરમા મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવાર ને સહાય જાહેર કરવામા આવે.કોંગ્રેસે કહ્યું કે, નર્મદા નદીમાં એક સાથે આટલું બધું પાણી છોડવાની જરૂરિયાત નહોતી. નર્મદા ડેમની પ્રાથમિકતા ફ્લડ કન્ટ્રોલ માટેની પણ છે. સરકારે વ્હાલા થવા 17 મીએ જ કેમ પાણી છોડવામાં આવે છે. ડેમ ઓવરફ્લો કરવાં માટે વીજળી માટેનું ટર્બાઇન બંધ કરી દેવામાં આવ્યું છે. બે દિવસ બાદ સરકાર નવો તુક્કો લાવ્યા કે વાદળ ફાટ્યું.

અમિત ચાવડાએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર

નર્મદા ડેમમાંથી પાણી છોડવા મામલે તાજેતરમાં જ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ ન્યાયિક તપાસ પંચ નીમવા માંગ કરી હતી.  તો કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ડેમમાં પાણી આવે તો અગાઉથી જ ખબર પડી જાય છે, નર્મદા ડેમ પહેલા કેટલાય ડેમ આવે છે. જે બાદ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો અગાઉથી જાણ કરવામાં આવે છે. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા હતા તે માત્ર મિસમેનેજમેન્ટના કારણે જ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.