Abtak Media Google News

ગ્રામ વિસ્તારોની બજારો સૂમસામ ઠાસરા નગરમાં અને ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે મુસ્લીમ સમાજ દ્વારા બંધનું એલાન જાહેર કરાયુ હતુ. ગામના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ઠાસરા અને ગળતેશ્વરા તાલુકાના વાડદ ગામના મુસ્લિમ સમાજ દ્વારા આજે બંધનું એલાન જાહેર કરાયું હતું. ભાજપના રાષ્ટ્રિય પ્રવક્તા અને લોકસભાના કોંગી સાંસદના પયંગમ્બર હજરત મુહંમદના વિવાદી સ્ટેટમેન્ટના વિરોધમાં આ બંધ પડાયો હતો.

બંને ગામોમાં વહેલી સવારથી જ કોઇ દુકાનો, શોપીંગ સેન્ટર,લારી ગલ્લાવાળાઓ બંધ રહ્યા હતા.આ બંધના પગલે સ્થાનિક પોલીસ એલર્ટ રહી હતી અને નગરના દરેક વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત આજે સવારથી ગોઠવાઇ ગયો હતો. માતરમાં મુસ્લિમ સમાજ દ્વારા આવેદન સાથે રજૂઆત માતર સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા હજરત મહંમદ પયગમ્બર સાહેબની વિરોધમાં નુપુર શર્મા અને નવીન જીન્દાલ દ્વારા બોલાયેલ સ્ટેટમેન્ટના વિરોધમાં આજે માતરમાં સમાજના લોકોએ પોતાના તમામ ધંધા રોજગાર બંધ રાખી જડબેસલાક બંધ પડાયો હતો.

આ બાબતે સમાજ દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાયદેસરના પગલા લેવા જણાવ્યું છે. પેટલાદમાં મુસ્લિમ સમાજ દ્વારા આવેદન અપાયું આજે આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા મોટી સંખ્યામાં પેટલાદના સેવા સદન ખાતે પહોંચી આ અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજની લાગણી દુભવવા બદલ ભાજપના પૂર્વ પ્રવક્તા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મુસ્લિમ બંધુઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કઠલાલમાં ધંધા રોજગાર બંધ રાખી સ્વૈચ્છીક બંધ પાળવામાં આવ્યો કઠલાલ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તારીખ ૧૦/૬/૨૦૨૨ ના શુક્રવારે અપાયેલ સ્વૈચ્છીક બંધના સમર્થનમાં કઠલાલ મુસ્લિમ સમાજના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર અને લારી ગલ્લા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.