Abtak Media Google News

ધોરાજી નગરપાલિકા સદસ્યએ મહેસૂલ મંત્રીને પત્ર પાઠવી પ્રજાની હાડમારી દૂર કરવા કરી રજૂઆત

રાજ્યભરમાં દસ્તાવેજની ઓનલાઇન નોંધણી અને ટોકનપ્રથા નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બને તેમ હોય આ પ્રથા મુલત્વી રાખવા ધોરાજીના નગરસેવક દિનેશભાઇ વોરાએ રાજ્યના મહેસૂલમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

ગુજરાત રાજ્યમાં હાલમાં મીલ્કતોની ફેર બદલી તેમજ અન્ય તમામ પ્રકારના દસ્તાવેજોની નોંધણી કરાવવા માટે પહેલા ઓનલાઈન ટોકન લેવાની પ્રથા છે. જેમા પણ લોકોના સમયનો તથા નાણાનો વ્યય થાય છે. ઓનલાઈન ટોકન પધ્ધતીથી અરજદાર ઓનલાઈન ટોકન મેળવવા પ્રથમ સાઈબર કાફેમાં જવું પડે છે અને તેને પણ ઓનલાઈન ટોકન લેવા માટેનો ચાર્જ પણ આપવો પડે છે. ગુજરાતની જનતા એટલી હદે હજુ આ ટેક્નોલોજીથી અજાણ હોય ઓનલાઈન ટોકન લેવા માટે ચાર્જ તો આપવો પડે છે.

પણ સમયનો પણ વ્યય થાય છે. હજુ આ પધ્ધતી લોકો અનુસરી નથી શકયા ત્યાં સરકારે રાજયમાં પહેલી મે થી છ તાલુકામાં ઓનલાઈન દસ્તાવેજની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહયા છે. જો આવી રીતે ઓનલાઈન દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા કરવામાં આવે તો અરજદારોને ખુબજ મુશ્કેલીનો સામનો ક2વો પડે તેમ છે. અરજદારોના નાણા અને સમય બંનેનો વ્યય થશે.

જેથી સરકાર દ્વારા જે ઓનલાઈન ટોકન પધ્ધતી છે. તે પણ દુર કરવી જરૂરી છે. અને જે પધ્ધતી તારીખ પહેલી મે થી છ તાલુકાઓમાં અમલમાં લાવેલ છે. તે પધ્ધતી પણ મોકુફ રાખવામા આવે અને પહેલાની જેમ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.