Abtak Media Google News

રાજ્યભરની શાળાઓમાં ધો.૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પ્રીલિમનરી પરીક્ષા ર૯ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી ર૦૧૮ સુધીના સમયગાળામાં યોજાશે. કોઇપણ શાળામાં પ્રીલિમનરી પરીક્ષા બે થી ત્રણ દિવસ આગળ પાછળ યોજાય છે. પરંતુ આ વર્ષે રાજ્યભરની શાળાઓમાં ર૯ જાન્યુઆરીએ પ્રીલિમનરી પરીક્ષા યોજાશે.

Advertisement

કેટલીક શાળાઓમાં ગૌણ વિષયોની પરીક્ષા તેમની અનુકૂળતા પ્રમાણે ૧પ જાન્યુઆરી ર૦૧૮ પછી લેવાશે હાલમાં ત્રિમાસિક પરીક્ષા ટેસ્ટ લેવાનું શરૂ થઇ ચૂક્યું છે. જેના આધારે વિદ્યાર્થીનું એસેસમેન્ટ થશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની પ્રિલીમીનરી પરીક્ષાની તારીખોની જાહેરાત કરાઇ છે. ર૯મી જાન્યુઆરીથી શરૂ થતી આ પરીક્ષામાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની ૧રમી માર્ચે શરૂ થઇ રહેલી ફાઇનલ પરીક્ષા પહેલાની શાળા કક્ષાએ લેવાની આ આખરી પરીક્ષા હશે.

૭મી ફેબ્રુઆરી ર૦૧૮માં પ્રીલિમનરી પરીક્ષા પૂર્ણ થયા બાદ પી.ટી., સંગીત, કમ્પ્યૂટર વગેરે પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડે જાહેર કરેલા અભ્યાસક્રમ અને પરિરૂપ પ્રમાણે ધો.૧૦ની પરીક્ષા લેવાશે.

સો માર્કની આ પરીક્ષા મુખ્ય વિષયો સાથે એક સપ્તાહમાં પૂરી થશે. બોર્ડ દ્વારા લેવાતી શાળાકીય પરીક્ષા ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં લેવાશે જે મરજિયાત વિષયોની પરીક્ષા શાળાઅો યોજી અને તેના માર્ક બોર્ડને મોકલી આપશે આ માર્ક ફાઇનલ માર્કશીટમાં ઉમેરાશે.

ગત વર્ષ આજ સમયગાળા દરમ્યાન પ્રીલિમનરી પરીક્ષાઓ યોજાઇ હતી. વર્ષ ર૦૧૬ની સરખામણીએ વર્ષ ર૦૧૭માં ધો.૧૦માં ર૧ હજાર વિદ્યાર્થીઓનો વધારો થયો હતો. જાન્યુઆરી ર૦૧૭માં ધો.૧૦ના ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફાઇનલ બોર્ડ પરીક્ષા આપી હતી. પ્રીલિમનરી પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ પાસે ફાઇનલ પરીક્ષાની તૈયારી કરવા માટે ૩પ થી ૪૦ દિવસનો સમયગાળો તૈયારી માટે બચશે.

ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા અગત્યની બની રહેશે. કારણ કે વર્ષ દરમ્યાનના પ્રોજેકટ અને અન્ય પ્રવૃત્તિ વિગેરે સાથેના ૩૦ માર્ક પ્રમાણેના ગુણ બોર્ડમાં મોકલવામાં આવશે. માર્ચમાં જે પરીક્ષા લેવાશે તે ૧૦૦ માર્કની હશે પરંતુ પછી તેના ૭૦ ટકા કરીને બાકીના ૩૦ ટકા શાળાકીય કક્ષાના ઉમેરીને ફાઇનલ રિઝલ્ટ અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.