Abtak Media Google News

ચીન-પાક. ઈકોનોમિક કોરિડોરમાં બીજીંગની કડક શરતોના પગલે પાકિસ્તાને હાથ પાછા ખેંચી લીધા

વાંકદેખા પાકિસ્તાનને હવે ‘ભાઈબંધ’ ચીન સાથેય વાકુ પડયું છે !!! ચીન-પાક. ઈકોનોમિક કોરીડોરમાં બીજિંગની કડક શરતોનાં પગલે પાકિસ્તાને હાથ પાછા ખેંચી લીધા છે.

Advertisement

પાકિસ્તાને ઈન્દુસ નદી પર ડેમ બાંધવા માટે ચીનની ૧૪ બિલિયન ડોલરની (૧૪૦૦ કરોડ અમેરીકી ડોલરની) ‘મદદ’ ઠુકરાવી દીધી છે. કેમકે ચીને આર્થિક મદદ કરવા સામે મિત્ર દેશ પાકિસ્તાન પર આકરી શરતો લાદી છે.

ચીનને ખબર છે કે ઈન્દુસ નદી પર ડેમ બાંધવા સામે ભારતનો સખત વિરોધ છે. અને આ મામલે પાકિસ્તાનને ચીનના મજબૂત ટેકાની જ‚ર છે. એટલે શાણા ચીને ડેમ બાંધવા નાણા આપવા સામે પાકિસ્તાનને આકરી શરતોમાં બાંધી લેવાની કોશિષ કરી છે. જોકે પાકિસ્તાને ચીનની આ મદદ હાલ તૂર્ત તો ઠૂકરાવી દીધી છે. અહી ખાસ ઉલ્લેખનીય છે કે ઈન્દુસ નદી પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં આવેલી છે. પાકિસ્તાનના વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરીટીના ચેરમેન મુજમ્મીલ હુસેને જણાવ્યું હતુ કે ચીનની શરતો પાક.ને મંજૂર નથી.

આંતરરાષ્ટ્રીય મામલાના જાણકારો કહે છે કે અત્યાર સુધી પાકિસ્તાન ચીન-પાક. ઈકોનોમિક કોરીડોરનાં લીધે કોલર ઉંચા કરીને ફરતુ હતુ પરંતુ ચીનની શરતો વાંચીને પાકના હોંશ ઉડી ગયા છે. હવે જોવાનું એ રહે છે કે ચીન-પાક.ના સંબંધોમાં કેવોક વળાંક આવે છે.

પાક.ને પણ એમ હતુ કે ચીન પડખે છે. એટલે વાંધો નથી પરંતુ ચીને જંગી આર્થિક સહાય આપવા સામે કેટલીક એવી શરતો લાદી છે જે પાક. માટે સ્વીકારવી મુશ્કેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.