Abtak Media Google News

જી એમ ગોહિલ ક્રિકેટ એકેડમીના કોચ પ્રદીપસિંહ

અબતક, રાજકોટ : પડધરીના રાજેન્દ્રસિંહ ડોડીયાની ડિસ્ટ્રિક્ટ અન્ડર 19 ટિમમાં પસંદગી થઈ છે. જી એમ ગોહિલ ક્રિકેટ એકેડમીના કોચ પ્રદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ હાંસલ થઈ છે.  પડધરીમાં રેલવે ફાટક નજીક કાર્યરત જી એમ ગોહિલ ક્રિકેટ એકેડમીમાં નિષ્ણાંત કોચ પ્રદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ બાળકોને ક્રિકેટની એ ટુ ઝેડ તાલીમ આપવામાં આવી રહી છે.

Advertisement

ત્યાંના હાલના સ્ટુડન્ટ રાજેન્દ્રસિંહ અજયસિંહ ડોડીયાની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંલગ્ન ડિસ્ટ્રિક્ટ અન્ડર 14 ટુર્નામેન્ટની રાજકોટ રૂરલ ટીમમાં પસંદગી થઈ છે. આ કક્ષાએ આખા પડધરી તાલુકામાંથી એકમાત્ર રાજેન્દ્રસિંહની જ પસંદગી થઈ છે. આમ તેને સમગ્ર પડધરી તાલુકાનું તથા કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.