Abtak Media Google News

540 બેન્કમાં ડમી એકાઉન્ટ ખોલી હવાલા મારફતે સટ્ટાના નાણા દુબઇ મોકલાતા: 1800 કરોડના બેનામી વ્યવહારનો પર્દાફાશ: દુબઇના ચાર શખ્સો સહિત 15 સટ્ટોડીયાની સંડોવણી ખુલ્લી

31 માર્ચેથી આઇપીએલ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પૂર્વે અમદાવાદ પીસીબીએ કાર્યવાહી કરતા બુકીઓમાં ફફડાટ: 193 સીમ કાર્ડ, 536 ચેક બુક,સાત મોબાઇલ,ત્રણ લેપટોપ,538 ડેબિટ-ક્રેડિટ કાર્ડ, 83 ડમી કંપનીના  સ્ટેમ્પ અને 14 પીઓએસ મશીન સાથે ચારની ધરપકડ

આઇપીએલ ટૂર્નામેન્ટ શરુ થવાને આડે ગણતરીના દિવસો છે ત્યારે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બુકીઓ સાબદા થઇ નેટવર્ક ગોઠવવી દીધું છે. પોલીસની બાજ નજરથી બચવા ઓન લાઇન સટ્ટો રમાડવાનું અને બેન્કમાં ડમી એકાઉન્ટ મારફતે દુબઇ નાણા મોકલવા સહિત મોટુ રેકેટ અમદાવાદના માધવપુરા વિ સ્તારમાં મહાવીર એન્ટર પ્રાઇઝ નામની ઓફિસમાથી ઝડપાયું છે. પોલીસે ચાર શખ્સોને ઝડપી કરાયેલી પૂછપરછમાં  દુબઇ સ્થીત સૌરભ મહાદેવ, અમિત મજેઠીયા, માનુશ શાહ અને અન્ના રેડી નામના શખ્સો દોરી સંચારથી ક્રિકેટ અને એમસીએકસના ડબ્બા ટ્રેડીંગ  2021થી ચલાવતા હોવાનું અને બેન્કના ડમી એકાઉન્ટ દ્વારા દુબઇ હવાલો કરી નાણા પહોચતા કરતાહોવાની ચોકાવનારી કબુલાત આપી છે.

Advertisement

શુક્રવારથી શરૂ થનારી આઈપીએલના 4 દિવસ પહેલાં પીસીબીએ ગુજરાતનું સૌથી મોટું 1800થી 2 હજાર કરોડનું ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટ પકડી પાડ્યું હતું. દુબઈમાં બેઠા બેઠા બુકીઓ 150થી 200 એપ્લિકેશન ઉપર પોઈન્ટ સિસ્ટમથી જુગાર રમાડતા હતા. પોલીસે માધવપુરાના સુમેલ બિઝનેસ પાર્કમાં આવેલી ઓફિસમાંથી 4 આરોપીની ધરપકડ કરી 538 ડેબિટ કાર્ડ, 536 ચેકબુક, કાર્ડ સ્વાઈપ કરવાના 14 મશીન, 193 સીમકાર્ડ તેમજ લેપટોપ, મોબાઈલ કબજે કર્યા છે.

ક્રિકેટ સટ્ટાનો મુખ્ય બુકી મહાદેવ આઈપીએલની દરેક સિરીઝમાં રૂ.15થી 20 હજાર કરોડનો સટ્ટો રમતો હતો અને આ પૈસા હવાલાથી દુબઈ મોકલવામાં આવતા હતા, મહાવીર એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાંથી મહાદેવ બુકના ઓથા હેઠળ સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાની બાતમી પીસીબી પીઆઈ તરલ ભટ્ટને મળી હતી. અહીંથી જીતેન્દ્ર હીરાગર, સતિષ પરિહાર, અંકિત ગેહલોત, નિરવ પટેલ પકડાયા હતા.આરોપીઓની પૂછપરછમાં તેઓ દુબઈ બેઠા બેઠા ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા મહાદેવ તેમજ અન્ના રેડ્ડી સહિતના બુકીઓ માટે કામ કરતા હોવાનું કબૂલ્યું હતું. સટ્ટો માટે બુકીઓએ બનાવેલી એપ સાથે બેંક એકાઉન્ટ મર્જ કરાતા હતા અને સટ્ટાના પૈસાની લેવડ-દેવડ પણ આ ચાર મારફતે જ થતી હતી. પોલીસે 538 બેંક સ્ટેટમેન્ટની તપાસ કરતા 2 વર્ષમાં આ ખાતામાંથી રૂ.1800 થી 2000 કરોડના વ્યવહાર થયા હતા.

ક્રિકેટ સટ્ટાના મુખ્યસટ્ટાબાજ

1.ડેવિડ, ઉદેપુર 2. નિકુંજ અગ્રવાલ, શાહીબાગ 3. કૃણાલ, અમદાવાદ 4. મેસી, રાજસ્થાન 5. ગરુડા, મુંબઈ 6. રીશી સુગર, મુંબઈ 7. સૌરભ મહાદેવ, દુબઈ 8. અમિત મજેઠિયા, દુબઈ 9. માનુશ શાહ, દુબઈ 10. અન્ના રેડ્ડી, દુબઈ 11. કમલભાઈ 12. કાર્તિકભાઈ 13. જીતેન્દ્ર ઠકકર 14. વિવેક જૈન 15. નીલેશભાઈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.