Abtak Media Google News

રાજકોટ શહેરમાં અકસ્માતને ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. ત્યારે આજે વધુ એક અકસ્માત નો બનાવ શહેરમાં બનવા પામ્યો છે જેમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ સ્ટર્લીંગ હોસ્પિટલ સામે પુરપાટ ઝડપે આવતા ટ્રેક્ટર ચાલકે સ્કૂટી પર જતી બે પિતરાઈ બહેનોને ઠોકર મારતા એક તરુણીનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ કરી હતી. જ્યારે તરુણીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.

Advertisement

તરૂણી સ્કુટી લઈને પિતરાઈ બહેન સાથે રેલનગરમાં જતી હતી તે વેળાએ કાળનો કોળિયો બની : અકસ્માત સર્જી ફરાર ટ્રેક્ટર ચાલકની પોલીસ દ્વારા શોધખોળ

બનાવા અંગેની મળતી માહિતી અનુસાર રેલ નગરમાં લાલ બહાદુર રહેતા માધવીબેન અરવિંદભાઈ લકુમ નામની 19 વર્ષીય વિદ્યાર્થીની પોતાના ઘરેથી તેની પિતરાઈ બહેન પ્રિયાને થી તેડીને પોતાના ઘરે સ્કુટી પર જઈ રહી હતી તે સમયે દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે પહોંચી તે સમયે પૂરપાટ ઝડપે આવતા ટ્રેક્ટર ચાલકે તેમને ઠોકર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જ્યારે આ અકસ્માતમાં માધવી બેનનો ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પિતરાઈ બહેન પ્રિયાને ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવી હતી બનાવની જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ હાથ ધરી છે. જ્યારે માધવીબેન ના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક પૂછવા પોલીસને જાણવા મળ્યું હતું કે માધવીબેન હળવદમાં રહી કોલેજમાં અભ્યાસ કરે છે. અને તે બે ભાઈઓને એક બહેનમાં મોટા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અકસ્માતની ઘટના દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. તાજેતરમાં જ નવા 150 ફૂટ રીંગ રોડ પર વિદ્યાર્થીને ઠોકરે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો

જેમાં સગીરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે ફરી એક બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.