Abtak Media Google News

સમાજ વ્યવસ્થાની અધોગતિ?

ફક્ત ૧૪ વર્ષીય સગીરાને પિંખી જાનથી મારી નાખવાની ધમકી આપનાર પાડોશી હેવાનને સજા ફટકારાઈ

દિન પ્રતિદિન સમાજ વ્યવસ્થા કથળી રહી હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૨માં કુલ ૧૬૫ દોષિતનવા સજા એ મોત ફટકારવામાં આવી હતી જેમાંથી દર ત્રીજો દોષિત જાતીય શોષણના ગુન્હા સાથે સંકળાયેલો હતો. દરમિયાન અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વર્ષ ૨૦૨૧માં ફક્ત ૧૪ વર્ષની સગીરાને પિંખી નાખનાર પાડોશી હેવાનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ગોમતીપુરમાં ૧૪ વર્ષીય સગીરા પર દુષ્કર્મ કરી મારી નાખવા ધમકી આપનારા ૩૪ વર્ષીય અશોક પરમારને પોક્સો કોર્ટના ખાસ જજ વી. એ. રાણાએ દોષિત ઠેરવી આજીવન કેદ ફટકારી છે. અશોક તેના જ વિસ્તારમાં રહેતી સગીરાના ઘરમાં ૧૦ માર્ચ ૨૦૨૧ ના રોજ ઘૂસી ગયો હતો અને બળજબરી કરી દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ સગીરાને મારી નાખવા પણ ધમકી આપી હતી, પરંતુ સગીરાએ હિંમત કરી બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ અશોકને પકડી લીધો હતો.

બાદમાં સગીરાની માતાએ ગોમતીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. કેસ ચાલી જતાં સરકારી વકીલ ભરત પટ્ટણીએ સાક્ષી અને પુરાવા તપાસી આરોપી વિરુદ્ધ ગુનો પુરવાર કર્યો હતો. આરોપીને સખત સજા માટે રજૂઆત કરાઈ હતી કે, આરોપી સામે કેસ પુરવાર થયો છે. આરોપીઓમાં કાયદાનો ડર રહે તે માટે સખત સજા ફટકારવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.