Abtak Media Google News

ભારતીય સિનેમા જગતના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરનું ટ્વિટર એકાઉન્ટ હેક થઇ ગયું છે. મંગળવારે તેમણે આ વિશેની જાણકારી આપી.

મીડિયા સાથે વાતચીત કરતા અનુપમ ખેરે તેમના એકાઉન્ટ હેક થવાની જાણકારી આપી. તેમણે કહ્યું કે મારુ ટ્વિટર હેક થઇ ગયું છે. આ વિશે ભારતમાં કેટલાક મિત્રો દ્વારા તેની જાણકારી મળી. હું હાલ લોસ એન્જિલસમાં છું. આ વિશે ટ્વિટર સાથે મારી વાત થઇ ગઇ છે.

મીડિયા સુત્રોથી જાણવા મળી રહ્યું છે કે હેકર્સે ખુદને તુર્કીના બતાવ્યા છે. પોતાના પહેલા ટ્વિટમાં તેણે લખ્યુ, તમારુ એકાઉન્ટ તુર્કી સ્થિત સાઇબર આર્મી આઇદિજ તિમે હેક કરી લીધું છે. તમારો તમામ ડેટા કેપ્ચર કરી લેવામાં આવ્યો છે.

આ ટ્વિટના અંતમાં કેટલાક હેરાનજનક કન્ટેન્ટ લખવામાં આવ્યું છે. ટ્વિટના અંતમાં હેકર્સે આઇ લવ પાકિસ્તાન પણ લખ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.