Abtak Media Google News

સ્વદેશી એપ્લીકેશન ‘માય બીએસએનએલ’ વિજ્ઞાપન જોવા ઉપર રિવાર્ડ પોઈન્ટ આપશે: ચેટીંગ એપ્લીકેશનનો ટકકર આપવા બીએસએનએલ સજ્જ

ભારતમાં સૌથી મોટુ નેટવર્ક ધરાવતું વોટ્સએપ દરેક સ્માર્ટફોનમાં જોવા મળે છે. સવારે ગુડ મોર્નિંગથી શરૂ કરી ગુડ નાઈટ સુધી સોશ્યલ મીડિયા ઉપર સતત એક્ટિવ રહેતા હોય છીએ. ટૂંક સમયમાં ભારે લોકચાહના મેળવી ચૂકેલ વોટ્સએપ આજે લોકોની સામાન્ય જરૂરીયાત બની ગઈ છે પરંતુ વોટ્સએપ એ મુળ ફેસબુકની પેટા કંપની હોવાથી તેની તમામ કમાણી વિદેશમાં જતી રહે છે પરંતુ વોટ્સએપને પણ ટકકર આપતુ પર્યાય અને અપની દુકાન સમાન બીએસએનએલ એન્ડ્રોઈડ એપ લાવી રહ્યું છે. જેનું નામ માય બીએસએનએલ એપ છે. આ એપ્લીકેશનમાં બીલ પેમેન્ટથી લઈ વીઆઈપી નંબર ખરીદવા સુધીના ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ સાથે તમે ચેટીંગ પણ કરી શકો છો.

માય બીએસએનએલ એપ યુઝર્સને જાહેરાત જોવાના પણ રિવોર્ડ પોઈન્ટ આપશે. એડ કેમ્પેઈનની સાથે સાથે યુઝર્સના ખાતામાં પ્રાઈવસી ક્રેડીટ એટલે કે પૈસા જમા કરવામાં આવશે. આ એપમાં મુખ્ય ૧૮ ફિચર્સ અને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં કલાથી લઈ મનોરંજન, સમાચારો અને અન્ય માહિતી આપતી ટેબનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી લોકો તેની મનપસંદ ટેબનો ઉપયોગ કરી શકે છે. ઉપભોગતાઓ રિવર્ડ પ્રોગ્રામમાં કેટલી જાહેરાતો જોવી છે તેની પણ ફ્રિકવન્સી સેટ કરી શકે છે. આ એપ્લીકેશનમાં બીલ પેમેન્ટનો વિકલ્પ પણ આપવામાં આવે છે. એન્ડ્રોઈડ એપ્લીકેશન કરતા પણ સરળ અને સ્વદેશી એપ વોટ્સએપની માફક જ ઉપયોગી અને ચેટીંગ માટે શ્રેષ્ઠ છે તો તેમાં અન્ય અનેક નવા ફીચર્સ પણ જોવા મળશે.

ઉપભોગતાઓ જેટલા પણ ડેટાનો ઉપયોગ કરે છે તેની વિગતો તેઓ મેળવી શકશે. આ એપમાં ઈન્ટરનેશનલ વાઈફાઈ વિક્લ્પ છે જેથી વિદેશ યાત્રા દરમિયાન પણ તેઓ સસ્તા ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે. ૪૮ કલાક કસ્ટમર્સ સર્વિસ સેન્ટર કાર્યરત રહેશે. જેના દ્વારા યુઝર્સ વીઆઈપી નંબર અને મનપસંદ આંકડાની પસંદગી કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.