Abtak Media Google News

થોડા દિવસો પહેલા જ ફિલ્મ ‘ગલી બોયનું’નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું . આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ બંને એક સાથે જોવા મળી હતી. રણવીર માટે આ ફિલ્મ તેમના કેરિયરની સૌથી સ્પેશિયલ ફિલ્મ છે. ફિલ્મ ‘ગલી બોયનું’ ટ્રેલરની શરૂઆત છોકરાઓના ઝૂંડથી થઇ હતી. આ ફિલ્મના પોસ્ટરમાં ‘અપના ટાઇમ આયેગા’ નામની ટેગલાઇન છે એ પણ આકર્ષક બની છે. 

આ ફિલ્મનુ ટ્રેલર રીલીઝ કરતા ના થોડા થોડા દીવસો બાદ જ આ ફિલ્મનુ પહેલું સોંગ ‘આપના ટાઈમ આયેગા’ રીલીઝ કરવામાં આવ્યું. આ સોંગને ઝી મુઝીક કંપની દ્વારા રિલીઝ કરવામાં આવ્યું. જાણીતા રૈપર ડિવાઇન (Divine)ના જીવન પર આધારિત આ ફિલ્મમાં રણવીરસિંહ એકદમ કુલ સ્ટાઇલમાં રૈપ કરતો નજરે ચડી રહ્યો છે આ ઉપરાંત દર્શકો દ્વારા પણ રણવીરના આ લુકને પસંદ કરવામાં આવી રહ્યો છે.

રણવીર સિંહે : તેનો જન્મ આ ફિલ્મનો અભિનય કરવા માટે થયો હોય તેવું તેમનું માનવું છે. ‘આ ફિલ્મ કોઇ બીજી કરી લેત તો હું બળીને ખાખ થઇ ગયો હોત. પહેલી વાર મને એવું લાગ્યું કે, આ એવી ફિલ્મ છે, જેના માટે મે જન્મ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.