Abtak Media Google News

નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૩,૫૦,૦૦૦ જેટલા જીવોની સ્થળ ઉપર જ સારવાર: એનિમલ હેલ્પલાઈનની ૧૪ વર્ષની જીવનયાત્રા

રાજકોટમાં છેલ્લા ૧૪ વર્ષથી કરુણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું મોબાઈલ પશુ ચિકિત્સાલય, એનીમલ હેલ્પલાઈન અને વેટરનરી હોસ્પિટલ સ્વ‚રૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં ૩,૫૦,૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે, નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, ૮ એમ્બ્યુલન્સ તેમજ બે બાઈક એમ્બ્યુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ ૩૩૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકિત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન-સારવાર કરવામાં આવે છે. બિમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ-પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/સંસ્થાની જ નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.

સમગ્ર પશ્ર્ચિમ ભારતમાં, ૧૪ વર્ષમાં અંદાજે ૩,૬૦,૦૦૦ ચકલીના માળા, પક્ષીના પાણી પીવાના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરાયું છે. ગૌમાતાની પાણી પીવાની કુંડી સંસ્થા દ્વારા નિ:શુલ્ક આપવામાં આવે છે. સંસ્થા દ્વારા નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. જુની ગૌશાળા (ગોંડલ રોડ, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, વાવડી, રાજકોટ) ખાતે સંસ્થાની નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટર (પાંજરાપોળ)માં અંદાજે ૩૦૦ જેટલા બીમાર, અશકત, ઘવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, સારવાર સતત, દરરોજ મળે છે. આ હોસ્પિટલમાં ઓપીડી ‚મ, ઓપરેશન થીયેટર, સ્ટાફ કવાટર્સ બર્ડ હાઉસ, નાની ગૌશાળા, ચબુતરો, અવેડો સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ઓપરેશન સહિતની તમામ સુવિધાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે.

સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં, વિશ્ર્વમાં હેલ્પલાઈન ચાલુ થાય તેવો સંસ્થાનું ધ્યેય છે. આ પ્રકારની અનુદાન અંગે વિવિધ તીથી યોજના પણ કાર્યરત છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નીયમીત આવકનું સાધન નથી. સંસ્થા પ્રવર્તમાન મોંઘવારીની સ્થિતિના હિસાબે, ગૌસેવા જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. ક‚ણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩) ઉપર સંપર્ક કરવાથી આપને ત્યાંથી અનુદાન સ્વીકારવાની વ્યવસ્થા કરાશે. સંસ્થાના પ્રમુખ તરીકે મિતલ ખેતાણી, ટ્રસ્ટીઓ ધી‚ભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, સેક્રેટરી પ્રતિક સંઘાણી, વિષ્ણુભાઈ ભરાડ, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ સેવા આપે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંસ્થાને અનેક એવોર્ડસ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે.

આ સંસ્થાને સહકાર આપવા અપીલ કરાઈ છે. સંસ્થાની વેબસાઈટ  www. animalhelpline. in ની મુલાકાત લેવા તેમજ વેબસાઈટ પર ઓનલાઈન ડોનેશન સ્વીકારવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સંસ્થા દ્વારા નાની સાઈઝની આકર્ષક દાન પેટી તૈયાર કરાઈ છે જે આપના ધંધાના સ્થળે/ ઘરે મુકી થયા શકિત અનુદાન આ પેટીમાં નખાવી શકાય છે. અનુદાન પેટી મેળવવા તેમજ દર મહિને ફિકસ, સ્વૈચ્છીક અનુદાન આપવાની યોજનામાં ભાગ લેવા મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩)નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.