Abtak Media Google News

મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને ટાઉન પ્લાનિંગ સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ ડવએ આપી માહિતી

રાજ્ય સરકાર દ્વારા શહેરમાં આવેલ અનધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે વટહુકમ જાહેર કરવામાં આવેલ છે. શહેરીજનોના હિતાર્થે અગાઉ થયેલ બાંધકામને નિયત રકમ ભરપાઈ કરી નિયમિત કરવાના ઉમદા નિર્ણયને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વીકારમાં આવેલ તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને ટાઉન પ્લાનિંગ સમિતિ ચેરમેન  નરેન્દ્રભાઈ ડવએ જણાવ્યું હતું.

રાજ્યની તમામ મહાનગરપાલિકા/નગરપાલિકા/શહેરી વિકાસ સત્તામંડળોમાં થયેલ અનઅધિકૃત વિકાસ/બાંધકામ કે જે તા.30/09/ 2022 કે તે પહેલા કરાયેલ છે, તેને દૂર કરવાથી અગર તોડી પાડવાથી,મોટી સંખ્યામાં લોકોને હાડમારી થવાની સંભાવના જોતાં, અનઅધિકૃત વિકાસ/બાંધકામ નિયમિત કરવા ગુજરાત સરકાર દ્વારા વટહુકમથી અમલમાં લાવેલ છે.

અરજી કરવાની કાર્યપધ્ધતિ

કોઈપણ માલીક અથવા કબ્જેદાર અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા ઇચ્છુક હોય તો તેને નિયત ફોર્મ મુજબની અરજી e-nagar portal ની વેબસાઈટ  https://enagar. gujrat.gov.in/માં કરવાની રહેશે.

સીટી સર્વેની જમીન માટે પ્રોપર્ટી રજીસ્ટરનો ઉતારાનો ભાગ અથવા મહેસુલી જમીનો માટે 7/12 નો ઉતારો અથવા નોંધાયેલ અધિકૃત દસ્તાવેજની નકલ જે કિસ્સો લાગું પડે તે રજુ કરવાનું રહેશે.    આખરી ખંડ અથવા રેવન્યુ સર્વે  નંબર અથવા સીટી સર્વે નંબર મુજબનાં મંજુર લે-આઉટ પ્લાનની પ્રમાણિત નકલ.

બંગલો/ટેનામેંટ/રો હાઉસ (રહેણાંક) સિવાયના કિસ્સાઓમાં રજીસ્ટર્ડ આર્કિટેક્ટ/એન્જીનીયર પાસે નકશાઓ તૈયાર કરી પોર્ટલમાં અપલોડ કરાવવાના રહેશે.આ વટહુકમથી પોતાનાં અનધિકૃત વિકાસવાળા બાંધકામોને નિયમિત કરાવી લેવા માટેની તક ઉપલબ્ધ થઈ છે.

તેમ છતાં,જો તેવા બાંધકામોને વટહુકમ/નિયમોમાં નક્કી થયેલ સમયમર્યાદામાં નિયમિત કરાવી લેવામાં નહિ આવે તો,તેને તોડી પાડવાની જે પરિસ્થિતિ ઉભી થશે તે માટે તે બાંધકામના માલિક/કબજેદાર લાગતા વળગતા સ્વયં જવાબદાર ગણાશે. તેથી રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં પોતાનાં અનધિકૃત બાંધકામોને નિયમિત કરાવી લેવા માટે સૌને જરૂરી જાણ અર્થે વ્યાપક જનહિતમાં ઉપરોક્ત બાબતો પ્રકાશિત કરવામાં આવે છે.

સદર કાયદા,તેના નિયમો, અરજીના નમુનાઓ, ફી ધોરણ અંગેની વધુ માહિતી રાજકોટ મહાનગરપાલિકાનીવેબસાઈટ https://www.rmc.gov.in પથી મેળવવા વિનંતી છે.

સરકારએ આ ઉમદા નિર્ણય કરેલ હોય શહેરના નગરજનોએ અનધિકૃત વિકાસ/બાંધકામની નિયમિત કરાવવા અપીલ કરેલ છે.

બિલ્ડીંગ  યુઝ પરમીશન    

આ વટહુકમ હેઠળ અનધિકૃત વિકાસ અથવા તેના ભાગના નિયમિતકરણ થીતે  મકાન/બિલ્ડીંગ માટે સી.જી.ડી.સી.આર. કે અન્ય સંબંધિત કાયદા હેઠળ આપવામાં આવતી વપરાશની પરવાનગી (બી.યુ.પી.) માનવામાં આવશે.

ક્યાં પ્રકારનાં બાંધકામો નિયમિત કરી શકાશે?

નીચેની બાબતોના ઉલ્લંઘનનાસંબંધ કરવામાં આવેલ અનધિકૃત બાંધકામ;(1) માર્જીન (2) બિલ્ટઅપ (3) મકાનની ઉંચાઈ (4) ઉપયોગમાં ફેરફાર (5) કવર્ડ પ્રોજેક્શન (6) પાર્કીંગ (ફક્ત 50 % માટે ફી લઇ નિયમબધ્ધ થઇ શકશે) (7) સેનિટરી સુવિધા (8) કોમન પ્લોટ (50 % કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવાપાત્ર ઉપયોગ) (9) સરકાર નિયત કરે તે –
કયા પ્રકારનાં બાંધકામો નિયમિત થઈ શકશે નહી.

ફી નો દર
એ. પાર્કીંગ સિવાયના હેતુઓ માટ

કુલ બાંધકામનું ક્ષેત્રફળ(અનધિકૃત વિકાસ)દરો
150 ચો.મી. સુધીરૂ. 3000
250 ચો.મી. થી વધુ અને 100 ચો.મી. સુધીરૂ. 3000+રૂ. 3000
3100 ચો.મી. થી વધુ અને 200 ચો.મી. સુધીરૂ. 6000+રૂ. 6000
4200 ચો.મી. થી વધુ અને 300 ચો.મી. સુધીરૂ. 12000+રૂ. 12000
5300 ચો.મી. થી વધુરૂ. 12000+રૂ. 150પ્રતિ ચો.મી.

બી. પાર્કીંગનાં હેતુ માટે

1રહેણાંક ઉપયોગ માટે ધટતું પાર્કીંગ જગ્યાજંત્રી દરનાં 15 %
2બીન-રહેણાંક ઉપયોગ માટે ધટતું પાર્કીંગ જગ્યાજંત્રી દરનાં 30 %

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.