Abtak Media Google News

ફટાકડાના લાયસન્સ આપવા મુદ્દે વેપારીઓ અને મામલતદાર વચ્ચે ઝપાઝપી થઇ હતી: ઘટનાને રાજકીય રંગ લાગતા

ખંભાળીયામાં મામલતદાર તથા ફટાકડાના વેપારીઓ વચ્ચે સજાયેલ સ્ફોટક સ્થિતિમાં મામલતદારને બદલાવવા માટેની માંગ બુલંદ બની છે.

આસામે ચોકકસ લોકો દ્વારા મામલતદારનો બચાવ કરી કલેકટરશ્રીને આવેદનપત્ર આપી બનેલા પ્રકરણની ન્યાયીક તપાસ કરી યોગ્ય કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

અહીંના સંખ્યાબંધ વેપારીઓ દ્વારા ફટાકડાના લાયસન્સ માંગવામાં આવ્યા હતા. પરંતુ કોઇ અકકળ કારણથી વેપારીઓ તથા મામલતદાર વચ્ચે તીવ્ર મડાગાંઠ સર્જાઇ હતી. બન્ને પક્ષે પરસ્પર ગાળો કાઢવી અણછાજતુ વર્તન કરવું. લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવા જેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. અને સમગ્ર પ્રકરણને રાજકિય રંગ આપી મામલતદાર ચિંતન વૈષ્નવની બદલી માટે ઉંચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણના કારણે મામલતદાર લાંબી રજા ઉપર ચાલ્યા ગયા છે.

આ સામે અહીં ના ચોકકસ લોકો દ્વારા કિશાન સંઘના સમર્થન સાથે મામલતદાર વૈષ્નવની કામગીરી ને બિરદાવી તેમનો બચાવ કરતુ આવેદનપત્ર કલેકટર ને આપવામાં આવ્યું છે. જે ફટાકડા પ્રકરણ સર્જાયુ છે તેમાં માત્રને માત્ર મામલતદાર જ જવાબદાર નથી પરંતુ થયેલ વિવાદમા તેમના પર લુખ્ખાગીરી પણ આચરવામાં આવી હતી ઉપરથી તેમને બદલાવવાની રજુઆત કરવામાં આવી છે ત્યારે ન્યાયીક પ્રક્રિયામાં આખી હકિકતની વાસ્તવિકતા જાણ્યા વગર માત્ર એકતરફે એક જ વ્યકિતને બેવડો અન્યાય શા માટે ?

આવી રજુઆત આવેદનપત્ર પાઠવી કરવામાં આવી છે.રજુઆતકર્તાની લાગણી એવી છે કે સાચી હકિકત બહાર આવી નથી અને ખોટી હકિકતનો શંખનાદ ફેંકવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.