Abtak Media Google News

એસ.એમ.સી.ના ઇન્ચાર્જ નિરજા ગોટરૂ પાસેથી હવાલો લઇ આર.બી. બ્રહ્મભટ્ટ અને સીઆઇડી (ક્રાઇમ અને રેલવે) ના રાજકુમારને પ્રિવેન્સન ઓફ એસ.સી. , એસ.ટી. એન્ડ વીકર સેકશનનો વધારાનો હવાલો સોંપાયા

જુનાગઢ પલીસ તાલીમ કોલેજના ખુશ્બુ કાપડીયાના ભચાઉ એસ.આર.પી. ખાતે બદલી અને ગીર સોમનાથ જીલ્લા એસ.સી, એસ.ટી. સેલમાં બી.એસ. વ્યાસની નિમણુંક

રાજયના ગૃહ વિભાગ દ્વારા મોડી રાત્રે આઇ.પી.એસ. કક્ષાના અધિકારીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરના તત્કાલીન પોલીસ કમિશ્નર અને હાલ જુનાગઢ ચોકી પોલીસ ટ્રેનીંગ સેન્ટરના પ્રિન્સીપાલ મનોજ અગ્રવાલને સિવીલ ડીફેન્ટ અને કમાન્ડન્ટ હોમગાર્ડના ડાયરેકટર તરીકે બદલી કરવામાઁ આવી છે. જયારે સ્ટેટ મોનીટરીંગ સેલનો ઇન્ચાર્જ વડા નિરજા ગોટુરૂ પાસેથી હવાલો લઇ આર.બી. બ્રહ્મભટ્ટને વધારાનો ચાર્જ અને રાજયના પોલીસ વડા વિકાસ સહાય પાસે પ્રિવેન્સન ઓફ એસ.ટી. વીકર સેકશનનો વધારાનો હવાલો  ક્રાઇમ અને રેલવેના એડીજીપી ડો. રાજકુમાર પાંડીયન સોપવામાં આવ્યો છે. જયારે ત્રણ ડીવાયએસપીની આંતરીક બદલી કરવામાં આવી છે.

વધુ વિગત મુજબ રાજય ગૃહ વિભાગ દ્વારા 70 થી વધુ આઇપીએસ અધિકારીઓની બદલીના ધાણવા બાદ ત્રણ સીનીયર આઇ.પીએસ. કક્ષાના અધિકારીઓની બદલી અને વધારાનો ચાર્જ સોંપાયો છે.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસે પ્રિવેન્સન ઓફ એટ્રોસીટી અને એસ.ટી વીકર સેક્શનનો વધારાનો હવાલો ક્રાઇમ અને રેલવેઝના એડીજીપી ડો. રાજકુમાર પાંડિયનને સોંપવામાં આવ્યો છે. પોલીસ તાલીમ વિભાગના એડીશનલ ડીજી નીરજા ગોટરૂ સ્ટેટ મોનીટરીંગ સેલનો વધારાનો ચાર્જ સંભાળતા હતા.  જેમાં હવે ફેરફાર કરીને સ્ટેટ મોનીટરીંગ સેલની જવાબદારી સીઆઇડી ક્રાઇમના વડા આરબી બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે.  જુનાગઢ પોલીસ તાલીમ વિભાગના વડા મનોજ અગ્રવાલને સિવિલ ડીફેન્સ અને કમાન્ડન્ટ હોમ ગાર્ડની ખાલી પડેલી અમદાવાદ જગ્યા પર ડાયરેક્ટર તરીકે પોસ્ટીંગ આપવામાં આવી છે.આ ઉપરાંત જુનાગઢ પોલીસ તાલીમ કોલેજના નાયબ પોલીસ અધિક્ષક ખુશ્બી ડી. કાપડીયાને ભચાઉ ખાતે એસ.આર.પી. ગ્રુપ-16માં, અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા એસ.પી. રિયાઝ આર. સરવૈયાને નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા અને સાણંદના ડીવાયએસપી બી.એસ. વ્યાસને ગીર સોમનાથ એસ.સી. એસ.ટી. સેલમાં બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.