Abtak Media Google News

ગોંડલના ગૌરવ સમાન એવા સરકારી આયુર્વેદિક ડોકટર વૈદ્ય ધર્મેશ ભાલોડી (દવાખાનું -ખજુરી ગુંદાળા) હાલ કોરોના વાયરસનો કેર વધી રહ્યો છે ત્યારે કોવીડ-૧૯ સિવિલ હોસ્પિટલ-રાજકોટ ખાતે કોરોના પોઝીટીવ દર્દીની આયુર્વેદ દ્વારા સારવાર કરી માનવસેવાનુ ઉમદા કાર્ય કરી રહેલ છે. કોરોના વોરીયર્સ તરીકે સેવા બજાવી રહેલ આયુર્વેદિક ડોકટર વૈદ્ય ધર્મેશ ભાલોડીને ગોંડલની જનતા શુભેચ્છાઓ આપી રહયા છે.

ઉલ્લેખનીય છે કે તેમના ધર્મ પત્ની ડો. પુનમબેન ભાલોડી પણ દેરડી કુંભાજી પી.એચ.સી. સેન્ટરમાં સેવા આપી કોરોનાને નાથવા અથાગ મહેનત કરી રહયા છે. આ બાબતે આયુર્વેદિક ડોકટર વૈદ્ય ધર્મેશ ભાલોડી જણાવે છે કે ગઈકાલે જયારે દેરડી કુંભાજીમા કોરોના પોઝીટીવ કેસ આવ્યો ત્યારે સાંજનું જમતા’તા, આ જમવાનું અડધું છોડી દેરડી કુંભાજી જવા મારા પત્ની તૈયાર થયા ત્યારે ડો. પુનમને જમવાનું પુરૂ કરવાનુ કીધું ત્યારે ડો.પુનમે રીસ્પોન્સમાં ફકત એક મુસ્કાન આપી રાત્રે દેરડી જવા નીકળી ગયેલ હતા આવી ડો.ભાલોડી દંપતીની કામગીરીથી ગોંડલની જનતા તથા દેરડી કુંભાજી ગામ ગર્વ અનુભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.