Abtak Media Google News

રાજય સરકારનાં સિનિયર ટાઉન પ્લાનર બી.એન.દત્તા સાથેની બેઠકમાં એસીસીઈનાં સભ્યો અને બિલ્ડર એસો.ને હૈયા વરાળ ઠાલવી: સમસ્યા હલ નહીં થાય તો ધરણાની પણ ચીમકી: ઓનલાઈન સિસ્ટમમાં ક્ષતિ માટે જવાબદાર અધિકારીઓ કે એજન્સી સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી

ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન પરમિશન સિસ્ટમમાં અનેક ક્ષતિઓ હોવાનાં કારણે રાજયભરમાં બાંધકામ ઉધોગ જાણે ઠપ્પ થઈ ગયો હોય તેવો માહોલ સર્જાય ગયો છે. ક્રેડાઈ અને ક્ધસલ્ટન્ટ એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ મામલે ઉગ્ર રજુઆત કરાયા બાદ આજે રાજકોટ આવેલા રાજય સરકારનાં સિનિયર ટાઉન પ્લાનર બી.એન.દત્તા સાથે એન્જીનીયરો અને બિલ્ડરોની બેઠક યોજાઈ હતી જેમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઓનલાઈનની અડચણો દુર ન થાય ત્યાં સુધી ઓફલાઈન બિલ્ડીંગ પ્લાન સ્વિકારવા અને મંજુર કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. સાથોસાથ આ માટે જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે પગલા લેવાની પણ માંગણી કરી હતી.

Dsc 0815

ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન પરમિશન સિસ્ટમનાં કારણે પડી રહેલી હાલાકી દુર કરવા માટે આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજય સરકારનાં સિનિયર ટાઉન પ્લાનર બી.એન.દત્તા, જુનિયર ટાઉન પ્લાનર જયોતિ પરીખ, રાજય સરકારનાં ટીપીઓ કૃષ્ણરાવ તથા મહાપાલિકાનાં ટીપીઓ એમ.ડી.સાગઠિયા સાથે એસોસીએશન ઓફ ક્ધસલ્ટીંગ સિવિલ એન્જીનીયર્સ અને રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં સભ્યોની બેઠક મળી હતી જેમાં ઈજનેરોએ ભારે હંગામો મચાવ્યો હતો. જીડીસીઆરમાં વારંવાર કરવામાં આવતા ફેરફારનું લોજીક પણ સમજમાં ન આવતું હોવાનું જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૮થી ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન પરમિશન સિસ્ટમ અમલમાં આવી છે છતાં આજ સુધી એક પણ પ્લાન ૧૦૦ ટકા ઓનલાઈન મંજુર થયો નથી. સોફટવેરમાં ક્ષતિ હોવાનાં કારણે ઓનલાઈન પ્લાન સબમીટ કરાવ્યા બાદ કોર્પોરેશન અને રૂડા કચેરીએ ફાઈલો લઈને ધકકા ખાવા પડે છે. ૧૫ મીટરથી વધુ ઉંચાઈનાં પ્લાન ઓફલાઈન સ્વિકારવામાં આવે છે. જયારે ૧૫ મીટર સુધીનાં પ્લાન ઓનલાઈન સ્વિકારવામાં આવતા હોવાનાં કારણે નાના માણસોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઈજનેરોએ એવી પણ માંગણી કરી હતી કે, અમારી નજર સામે જ અત્યારે એજન્સીને એવી ફરજ પાડો કે કોઈપણ પાંચ પ્લાન ઓનલાઈન મંજુર કરી બતાવે. જયાં સુધી ઓનલાઈન સિસ્ટમની ક્ષતિઓ દુર ન થાય ત્યાં સુધી ઓફલાઈન બિલ્ડીંગ પ્લાન સ્વિકારવા અને તેને મંજુરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

Untitled 1

એન્જીનીયરોએ એવો પણ બળાપો ઠાલવ્યો હતો કે, લોકોને બિલ્ડીંગ પ્લાન માટે સરકારી કચેરીએ ધકકો ન ખાવો પડે તે માટે મુખ્યમંત્રીનાં આ ડ્રીમ પ્રોજેકટને કોઈપણ અધિકારીઓ ગંભીરતાથી લેતા નથી. દોઢ વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી જો આવું ને આવું ચાલુ રહેશે તો નાછુટકે અમારે સરકાર સામે ધરણા કરવા પડશે. ઓનલાઈન સિસ્ટમમાં જે ક્ષતિ છે તેના માટે જવાબદાર અધિકારીઓ કે એજન્સી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ સિસ્ટમનાં કારણે બિલ્ડરો અને એન્જીનીયરોની દિવાળી બગડી છે. હજારો પ્લાન અટકી પડયા છે છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી. નાના લોકો હેરાન થઈ રહ્યા છે અને મોટા પ્લાન ઓફલાઈન ધડાધડ મંજુર થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.