Abtak Media Google News

પીવાના પાણી અને રસ્તાની સમસ્યાથી પરેશાન

Screenshot 6 11

Advertisement

 

ધનસુરા તાલુકાના રમાણાના ખોખરના મુવાડા વિસ્તારમાં એક વર્ષ અગાઉ પાણીની પાઇપલાઇન નાખવા માટે મુખ્ય રસ્તો તોડી નાખવામાં આવ્યો હતો.  ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી.

Screenshot 7 6

ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થવા છતાં રસ્તાની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.  રસ્તો ન બનતા ગ્રામજનોને કાદવ-કીચડ માંથી પસાર થવા મજબુર બનવું પડી રહ્યું છે. ચોમાસું આવતાની સાથે જ રસ્તાની વિકટ સમસ્યા સર્જાઈ છે. પાણીની પાઇપલાઇન નાખવા માટે જે રસ્તો તોડી નાખવામાં આવ્યો હતી . તેમ છતાં ગામલોકોને પાણી મળ્યું નથી.  પાણી ન મળતા ગ્રામજનોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.Screenshot 8 4

લોકોને કાદવ કિચડમાં થઈને પાણી ભરવા જવું પડે છે. ખોખરના મુવાડા વિસ્તારની અંદર 70 જેટલાં મકાનો આવેલા છે.  જેમાં આટલા મકાનોની જનસંખ્યા વચ્ચે ફક્ત ને ફક્ત એક જ હેન્ડપંપ છે.  આ હેન્ડ પંપ પણ ગમે ત્યારે તૂટી શકે તેવી હાલતમાં જોવા મળી રહ્યો છે.  ગ્રામજનો અને પશુઓ માટે એક જ જગ્યાથી પાણી પીવા માટે મજબૂર થઈ રહ્યા છે.  ગામમાં કાદવ કીચડના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ છે.  તેવામાં તંત્ર ગ્રામજનોને પડતી રસ્તો અને પાણીની સમસ્યા દૂર કરે તેવી ગ્રામજનોની માંગ છે.

ઋતુલ પ્રજાપતિ

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.