Abtak Media Google News
  • લોકપ્રતિનિધિઓ-સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી
  • વઢવાણ-મુળી-સાયલા તાલુકાના ગામોના તળાવ-સિમ તળાવ-ચેકડેમ નર્મદા જળથી ભરાશે
  • ૨૭૦૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું આયોજન

ગુજરાત ન્યૂઝ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના ૩૮ ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા ૩૪૮ કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે. આ ત્રણ તાલુકાના ૩૮ ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળસ્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો.મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીશ્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ ૩૮ ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા ૩૪૮ કરોડની વહીવટી મંજૂરી આપી છે.આ યોજના દ્વારા વઢવાણ,મુળી અને સાયલા ત્રણેય તાલુકાના ૩૮ ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આના પરિણામ સ્વરૂપે અંદાજે ૨૭૦૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.