Abtak Media Google News

મૈત્રંક વંશ અને સોલંકીવંશ (૫ થી ૧૩મી સદી) દરમિયાન નિર્માણ પામેલી ચીજ વસ્તુઓના અવશેષો મળી આવ્યા

પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ અલૌકિક છે. પ્રાગેનિહાસિક યુગમાં ગુજરતાનાં ઘરા સ્થળોએથી પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. અમદાવાદના ધોળકામાં મળી આવેલા લોથલ કે જે ગુજરાતના પ્રાચીન વારસાનું બેનમુન ઉદાહરણ છે. આ ઉપરાંત, પ્રાચીન સમયમાં આનર્તપૂર તરીકે જાણીતું એવું વડનગર કે જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે. આ વડનગરમાંથી પણ પ્રાચીન સંસ્કૃતિના ઘણા અવશેષો મળી આવ્યા છે. પીએમ મોદીનું જન્મસ્થળ વડનગર જાણે ઈતિહાસનો ભંડારો હોય તેમ લાગે છે. અહી પુરાતત્વવિભાગ અવિરત શોધખોળ કરી રહ્યું છે.

Advertisement

5 12આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા એએસઆઈ એ વડનગરમાં ખોદકામ કરી વધુ એક વખત કિંમતી ખનીજ દ્રવ્યો શોધી કાઢ્યા છે. આ ઉપરાંત, ૧૬૪-૮૨ ફૂટનું એક બાંધકામ પણ મળી આવ્યું છે. વડનગમાં આવેલ શર્મિષ્ઠા તળાવના કિનારે આ પ્રાચીન બાંધકામ મળ્યું છે.

પુરાતત્વ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ બાંધકામ પાંચમી સદીમાં થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થળ વિશે વધુ માહિતી એકઠી કરવા હજુ વધુ ખોદકામ અને વર્ગીકરણ કરવામાં આવશે. નિષ્ણાંતોના મત મુજબ, પ્રાચીન સમયમાં આ સ્થળે વિશાળ બૌધ્ધ સ્તુપ હોવાની ધારણા છે.

નિષ્ણાંતોની કમીટીના સભ્ય વી.એચ. સોનવાણેએ જણાવ્યું કે, એક મજબુત આયોજન અને ચોકકસ દિશા નિર્દેશોની સાથે અહી બાંધકામ થયું હોવાનું લાગે છે. આ સ્થળ પર પાંચમી સદીમાં બુધ્ધસ્તુપ અથવા અન્ય કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાનું અનુમાન છે. હાલ, વડનગરમાં જુદા જુદા સ્થળોએ ખોદકામ થઈ રહ્યું છે.

પુરાતત્વ વિભાગના મતમુજબ, વડનગરમાં મળી આવેલ પ્રાચીન સ્થળો મૈત્રકુવંશ (૫ થી ૮મી સદી) દરમિયાન નિર્માણ પામ્યા છે. સોલંકીવંશ (૧૦ થી ૧૩ સદી) દરમિયાન માટીનો વધુ ઉપયોગ થતો હતો. વડનગરમાંથી શિલ્પકલા, માટીના વાસણો, જુના સોના-ચાંદીના સિડકાઓ, વહાણ, મણકાની માળા વગેરે જેવા અવશેષો મળી આવ્યા છે. જે ૫ થી ૧૩મી સદી દરમિયાન બનાવાયા હોવાનું અનુમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.