Abtak Media Google News

પરપ્રાંતિયોને નોકરી અને મકાન ભાડે આપનારની જવાબદારી શું ? અન્ય રાજયમાં ગુના આચરનાર ગુજરાતમાં આશરો લેતા શખ્સો માટે મોકળુ મેદાન

ભારતમાં અન્ય રાજયો કરતા ગુજરાત રાજયમાં ખેતી, ઉધોગ, ધંધા અને વેપારનાં કારણે ઘણુ સમૃદ્ધ છે. જેના કારણે ભારતનાં અન્ય રાજયોમાંથી રોજગારી મેળવવા લોકો પરિવાર સાથે ગુજરાતનાં અનેક શહેરોમાં વસવાટ કરતા થયા છે તે એક સારી બાબત છે. પરપ્રાંતિય લોકો માટે ગુજરાતમાં આશરો મેળવવો અને રોજગારી મેળવવી સરળ બની છે તેની સાથો સાથ અન્ય રાજયોમાંથી ગુનાહિત ઈતિહાસ કે રેકર્ડ ધરાવતા લોકો પણ અન્ય રાજયમાં ક્રાઈમ કરી ગુજરાતમાં આવી કોઈ જગ્યાએ છુપાવવા માટે આશરો લઈ કામ ધંધો કરવાનું શરૂ કરી લેતા હોવાથી તે અંગેની માહિતી મેળવવામાં ગુજરાત પોલીસ નિષ્ફળ રહેતી હોવાનાં કારણે બીજા રાજયમાંથી ગંભીર ગુનાનાં આરોપીઓ પણ પોતાની જાત છુપાવવામાં સફળ રહે છે. ગુનાહિત માનસ ધરાવતા પરપ્રાંતિય શખ્સો ગુજરાતમાં ગંભીર ગુનાને અંજામ આપી પોતાના વતનમાં નાસી જતા હોય ત્યારે અન્ય રાજયમાંથી આરોપીઓને પકડવા માટે પોલીસની મર્યાદા અને કાયદાની આંટીઘુટી અને જોગવાઈઓને અનુસરવામાં જ લાંબો સમય લાગતો હોવાથી ભોગ બનનાર ફરીયાદી કે અરજદારને ન્યાય મળતો નથી.

Advertisement

પરપ્રાંતિય શખ્સો દ્વારા ભુતકાળમાં ગંભીર ગુનાને અંજામ આપ્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે

તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના બનાવમાં તાલુકા પોલીસે ખાસી હિંમત દાખવી નકસલી વિસ્તારમાંથી પરપ્રાંતિય શખ્સને દબોચી લીધો હતો અને ક્રાઈમ બ્રાંચની ટીમે આંતર રાજય લુંટ ચલાવતી કે લોકોની નજર ચુકવી મોટી રકમનો હાથફેરો કરી નાસી જતી મદ્રાસી ગેંગને ઝડપી લીધી હતી. આ જોતા એવું લાગી રહ્યું છે કે, રાજકોટમાં વસતા હજારો પરપ્રાંતિય લોકોમાં કેટલાક ગુનાહિત માનસ ધરાવતા શખ્સો પણ હોય છે જેઓને સમય મળતાની સાથે પોતે ધાર્યું કામ પાર પાડી પોતાના વતનમાં ફરાર થઈ જતા હોય છે. પછાત વિસ્તારમાં ભાડાનાં મકાનમાં રહેતા પરપ્રાંતિય શખ્સો દ્વારા મોટાભાગે સગીર વયની બાળાઓનાં અપહરણ કરી લઈ જવાના કિસ્સા પોલીસ ચોપડે વધુ નોંધાઈ છે.

7537D2F3 17

રાજકોટમાં હજારોની સંખ્યામાં વસવાટ કરતા પરપ્રાંતિયો

ગુજરાતનાં અનેક નાના-મોટા શહેરોમાં પરપ્રાંતિય લોકો વસવાટ કરે છે જેમાં રાજકોટમાં જ હજારોની સંખ્યામાં બહારનાં રાજયનાં લોકો સ્થાઈ થયા છે તેની સાથે સાથે રાજકોટમાં ઉધોગ ધંધામાં મજુરી કામ સાથે સંકળાયેલા લોકોને કારખાનાના માલિકો દ્વારા ઓછુ વેતન આપવા છતાં તેઓનું શોષણ થતું હોય છતાં તેઓ મજુરીકામ કરતા હોય છે. બહારનાં રાજયમાંથી કોઈ ગુનાહિત પ્રવૃતિ કરીને આવેલા પરપ્રાંતિય શખ્સો આવા લોકોનાં કારખાનામાં ઓછા વેતનમાં પણ મજુરી કામ કરવા તૈયાર થતા હોય છે અને કારખાનાનાં માલિકો દ્વારા પરપ્રાંતિય લોકો અંગેની જાણ પોલીસને નહીં કરી ગંભીર બેદરકારી દાખવી ગુનાહિત પ્રવૃતિને આમંત્રણ આપી રહ્યા છે.

શહેરીજનોએ પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી જોઈએ

રાજકોટ શહેરની ભાગોળે આવેલા અનેક વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિય લોકો ભાડે રહે છે. મકાન માલિકો પણ એક નાનકડી ઓરડીમાં પાંચથી છ લોકોને એક સાથે ભાડે આપી મોટી રકમ ભાડામાંથી કમાઈ લેતા હોય છે અને ભાડાની આવક સારી થતી હોવાથી મકાન માલિકો દ્વારા પણ પરપ્રાંતિય લોકોની વિગત પોલીસને આપતા નથી જેના કારણે અનેક કોઈ પરપ્રાંતિય મોટો ગુનો કરી પોતાના વતનમાં નાસી જવામાં સફળ રહે છે.

સોની બજારમાં ભુતકાળમાં અનેક કારીગરો કરોડોની રકમનું સોનુ લઈ ભુગર્ભમાં ઉતરી ગયા

રાજકોટની સોની બજારમાં સોનાના દાગીના બનાવવાની મજુરીકામ કરતા કારીગરો મોટાભાગનાં પરપ્રાંતિય કે બંગાડી કારીગરો હોય છે. રોજબરોજ લાખો કરોડોની રકમનું સોનાની હેરફેર કરતા આ પરપ્રાંતિય શખ્સોની કયારેક નિયત ખોટી થાય એટલે સોની વેપારીને લાખો કે કરોડોની રકમના સોનાથી હાથ ધોવાનો વારો આવે છે. રાજકોટની સોની બજારમાં ભુતકાળમાં પણ અનેક કારીગરો લાખો કે કરોડોની રકમનું સોનુ લઈ પલાયન થઈ ગયાનાં કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે.

યુપીમાંથી સગીરાનું અપહરણ કરી બે વર્ષથી શખ્સ રાજકોટમાં રહેતો હોવાનો કિસ્સો સામે આવ્યો ’તો

ઢેબર રોડ અટીકા વિસ્તારનાં એક કારખાનાની ઓરડીમાં રહેતા એક શખ્સે તેની સગર્ભા પત્નિને બેફામ મારમારી મોઢા પર ગંભીર ઈજા કરી ઘરમાંથી કાઢી મુકયાનો કિસ્સો ૧૮૧ મહિલા હેલ્પલાઈન સમક્ષ આવ્યો હતો. ટીમ દ્વારા મોડીરાત્રીનાં રસ્તા પર એકલી ઉભેલી પરપ્રાંતિય મહિલાની વ્હારે આવી પુછપરછ કરતા સનસનીખેજ વિગત બહાર આવી હતી કે આ મહિલા જયારે ૧૭ વર્ષની હતી ત્યારે તેનો પતિ તેણીને યુપીમાંથી ભગાડીને લાવ્યો હતો અને તેની સાથે લગ્ન કર્યા વગર સાથે રહી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. માતા-પિતા અને પરિવારથી હજારો કિલોમીટર દુર આ યુવતીને શખ્સે ત્રાસ આપવાનું અને મારકુટ કરવાનું શરૂ કર્યું છે. ૧૮૧ની ટીમે યુવતીને આપી વન સ્ટોપ સેન્ટરમાં મોકલાવી કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.