Abtak Media Google News

પુત્ર અને પુત્રવધુની અંગત પળોનો વીડિયો રેકોડીંગ કરી પોર્નોગ્રાફી વેબસાઇડ ઉપર શો કર્યાના સાસુ,સસરા અને પતિ સામે ફરીયાદમાં ચોકાવનાર આક્ષેપ

રાજકોટનાં ભદ્ર પરિવારની એક પરિણીતાએ સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવા આક્ષેપો પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ કર્યાં છે પરિણીતાએ ફરિયાદમાં એવા આક્ષેપો કર્યાં છે કે તેના સસરાંને એક મિલકતમાં ભાગીદારને છૂટો કરવો હોવાથી નાણાંની જરૂર હતી આ કારણસર સસરા તેના ન્યૂડ વિડીયો ઉતારી અને તના શો કરાવતા હતાં. જેમાં તેના પતિ અને સાસુની પણ સંડોવણી હતી. સાઈબર ક્રાઈમ પોલીસે આ ફરિયાદના આધારે રૂપ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રથમ કોર્ટ મેરેજ કરી લીધા  બાદ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યાં હતા. 2022માં તે ગર્ભવતી થઈ હતી ત્યારથી તેના માતા-પિતાએ તેના ઘરે આવવાનું શરૂ કર્યું હતું.એક દિવસ તેના સસરાં એ તેની પાસે આવીને કહ્યું કે તારી પ્રેગનેન્સીમાં શું ફેરફાર થયો છે તે મારે જોવો છે. જેને કારણે પતિ તેના શરીરનો ઉપરાંત પેટનો વિડીયો ઉતાર્યો હતો. એટલું જ નહીં ઘણી વખત તેનો નેકેડ વિડીયો ઉતાર્યો હતો જે વિડીયો ે તેના સસરાં  બતાવતો હતો.આ બાબત તેને ગમતી ન હોવાથી તેણે વિરોધ કર્યો હતો. પરંતુ પતિ  તેને ચુપ કરાવી દીધી હતી. સાથો સાથ એમ પણ કહ્યું હતું કે તને હું કહું તેવા વિડીયો અને ફોટા મોકલવા પડશે નહીંતર તને મારી નાંખીશ. આ વખતે સાસુ  પણ કહેતા કે તારે સસરા કહે તેમ કરવું પડશે.

ત્યારબાદ સસરાએ તેના રૂમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવી દીધા હતા. જેનો તેણે વિરોધ કરતાં પતિએ કહ્યું કે પપ્પાએ ફીટ કરાવ્યા છે એટલે ભલે રહ્યાં. આ પછી તે પતિ સાથે ફિઝિકલ રીલેશન બાંધતી ત્યારે સસરા પોતાના રૂમમાં સ્ક્રીનમાં આ દ્રશ્યો જોતાં હતા. પરિણીતાએ વિરોધ કર્યો હતો.

એક દિવસ પતિ અને સસરાં તેને હોટલે લઈ ગયા હતાં. જ્યાં તેના સસરાંએ અગાઉથી ત્રણ આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. સસરાએ તે બતાવી તેને કહ્યું કે, મારો પુત્ર આ કોલગર્લ સાથે જે રીતે સેક્સ કરે તે રીતે તારે તેની સાથે ધરે સેક્સ કરવાનું છે. આ પછી તેના સસરા બે કોલગર્લ લઈને રૂમમાં જ્યારે તેનો પતિ ત્રીજી કોલગર્લ લઈને બીજા રૂમમાં જતો રહ્યો હતો. પતિએ તેને તે રૂમમાં આવવાનું કહ્યું હતું. તેણે ઈન્કાર કરતાં બળજબરીથી લઈ ગયો હતો. જ્યાં તેના પતિએ કોલગર્લ સાથે જુદી-જુદી રીતે સેક્સ કરી તેને પણ ઘર આ રીતે સેક્સ કરવો પડશે તેમ કહ્યું હતું. આ પછી પતિ ઘરે બળજબરી કરીને તેની ઈચ્છા વિરુદ્ધ જુદી જુદી રીતે સેક્સ કરી હેરાન કરતો હતો.

એકાદ મહિના પહેલા તેના સસરાએ તેની પાસે આવી કહ્યું કે એક પોર્નોગ્રાફી વેબસાઈટ છે જેમાં આપણે તારા ન્યુડ વિડીયો મુકશું તો તે જોઈને લોકો આપણને ટોકન આપશે જે ટોકન સીધાં બીટકોઈનમાં અને બાદમાં ઈન્ડીયન રૂપિયામાં ક્ધવર્ટ થઈ જશે. જેનો તેણે જોરદાર વિરોધ કર્યો હતો. જેને કારણે સસરા તેની ઉપર ગુસ્સે થયા બાદ ઈમોનશનલ બ્લેકમેલીંગ કરી કહ્યું કે, આપણે તારો ફેઈસ નહીં બતાવશું. તને માસ્ક પહેરાવી દેશું, તું ફેમીલીને હેલ્પ કરવા માટે આટલું તો કરી શકે ને, તારી બોડીને કોઈ ટચ નહીં કરે.

તેના થોડા સમય બાદ સસરાએ કહ્યું કે, પોર્નોગ્રાફી વેબસાઈટ ઉપર તારે શો કરવાનો છે. આ રીતે તેના રૂમમાં લગાડેલાં સ્ક્રીન પર ઓનલાઈન લાઈવ શો તે કરતી હતી. તે પહેલાં પતિએ રૂમની બેડશીટ અને પડદાં બદલાવી દીધા હતા એટલું જ નહીં તેને માસ્ક પહેરાવીને પોર્નોગ્રાફી વેબસાઈટ ઉપર તેનો ન્યુડ લાઈવ શો રાત્રે એકથી બે કલાક માટે મૂક્યો હતો. ત્યારબાદ થોડા દિવસો સુધી દરરોજ આ રીતે લાઈવ વિડીયો મુકાવતા હતા. જે વિડીયો તેના સાસુ-સસરા સાથે રહીને જોતાં હતા.

આવુ ઘણાં દિવસ સુધી ચાલતાં તેને ગુપ્ત ભાગે ઈન્ફેક્શન થઈ જતાં સસરાં મલમ લઈ આવ્યાં હતાં અને તેને મલમ લગાડી આપવાનું કહ્યું હતું પરંતુ તેણે ઈન્કાર કરતાં બળજબરીથી મલમ લગાવી આપ્યો હતો. આખરે કંટાળીને તે પિયર જતી રહી હતી. જ્યાં વાલીઓને આપવીતી જણાવી હતી. બીજી તરફ પતિ, સાસુ- સસરા તેને પાછા ઘરે લઈ આવવા માટે ખૂબ જ દબાણ કરતાં હતા. કંટાળીને આખરે તેણે ફરિયાદ નોંધાવતા સાયબલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.