Abtak Media Google News

શ્રમિક પરિવારની છ વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવતા શખ્સ સામે ફીટકાર

રાજકોટ તાલુકાના બારવણ ગામે કુવા ગાળવાની મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની માસુમ પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના અને હાલ રાજકોટ તાલુકાના કુવાડવા રોડ પર આવેલા બારવણ ગામે કુવા ગાળવાની મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની છ વર્ષની માસુમ પુત્રીને નરાધમ શ્રમિકે હવસનો શિકાર બનાવ્યાની ભોગ બનનારના વાલીએ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવને પગલે એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ મહેન્દ્રભાઈ વાળા સહિતના સ્ટાફ નરાધમ રાજસ્થાનના શ્રમિક સામે પ્રોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં કુવા ગાળવાનું કામ કરતા રાજસ્થાનની શ્રમિક પરિવારની ફુલ જેવી માસુમ બાળકીને હવસનો શિકાર બનાવતા નરાધમ શખ્સ સામે ફિટકાર વર્ષી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.