Abtak Media Google News

રાજ્યમાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરનાર સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મોરબી સહિતના વિસ્તારોમાંથી નકલી ઈન્જેક્શનો બનાવનારા લોકોને પકડવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈ કુલ 23 ગુનામાં 57 લોકોની ધરપકડ કરી છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય કોરોના મુક્ત બને તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી શરૂ કરી છે. આ તત્વો દ્વારા અન્ય પ્રકારના ઈન્જેકશનના રેપર કાઢી તેના પર રેમડેસિવિર ઈન્જેકશનના સ્ટિકર લગાવી નકલી ઈન્જેક્શનો બનાવવાનો ધંધો ચાલતો હતો. આ લોકો માનવ વધ જેવો પ્રયાસ કરી રહ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ઈન્જેક્શનના જથ્થામાં કાળાબજાર કરનારા લોકો સામે સતત મોનિટરીંગ કરી રહી છે. આરોપીઓ કેટલાક અન્ય પ્રકારના ઈન્જેક્શનના રેપર કાઢી રેમડેસીવીરના રેપર લગાવી નકલી રેમડેસીવીર ઈન્જેક્શન તરીકે વેચતા હોવાનું બહાર આવ્યું છે.

રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મામલે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઈન્જેકશનના જથ્થામાં કાળા બજાર કરવની વિકૃત માનસિકતાથી પૈસા કમાવાની વૃત્તિથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા. જેનું સતત મોનીટરીંગ કરતા હતા. આ ઉપરાંત કેટલાક અન્ય ઈન્જેકશનના રેપર કાઢી તેના પર રેમદેસિવિરના ભળતાં રેપર લગાવી નકલી ઈન્જેકશનના માધ્યમથી પૈસા કમાવવાનો ધંધો ચાલતો હતો. આ

નકલી રેમદેસિવિર માનવ વધ જેવો હીન પ્રયાસ વિકૃત માનસિકતા વાળા લોકો કરી રહ્યા હતા. રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી. અને પોલીસ પ્રશાસન એ 23 જેટલા ગુનામાં 57 લોકોની ધરપકડ કરી. જેમાં અમદાવાદમાં નકલી રેમડેસિવિર વેચવામાં ઈન્જેકશન ની સીસીપર સ્ટીકર લગાડી વેચાતું હતું જેમાં 8 લોકોની ધરપકડ કરી છે.

વડોદરામાં 45 ઈન્જેકશન માટે 8.58 લાખના તેમજ સુરત, રાજકોટ, ભરૂચ, મોરબીમાંથી પણ આ કેસની વિગતો સામે આવી છે. આવા ગુનાહિત તત્વો સામે પ્રિવેશન ઓફ કાલાબજારી એક્ટ, પાસા એક્ટઅને IPC 308 માનવ વધ જેમાં 7 વર્ષની સજાની જોગવાઈ, 420અને 405, ભેળસેળ અંગેની 274 અને 275 જેવા ગુના લગાડવામાં આવશે. તેમજ ષડયંત્ર રચી લોકોની મજબૂરીનો લાભ લઇ મોતના સોદાગર જેવા લોકો સામે કડકાઇથી સજા કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.