Abtak Media Google News
  • 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગરૂપે રાખવામાં આવેલી મિટિંગમાં ભાગ લેવા આવ્યા’તા : દરમિયાન ધાબા પરથી પડતું મૂક્યું

પાટણ જિલ્લાની હારીજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદારે રવિવારે અગમ્ય કારણોસર કચેરીના ધાબા પરથી મોતની છલાંગ મારીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ દિયોદર તાલુકાના લીલાધર ગામના વતની વેનાજી પટેલ (ઉ. વ. 55) હારીજ કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. મામલતદાર કચેરીમાં 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગરૂપે રવિવારે મિટિંગ રાખી હોવાથી વેનાજી પટેલ આવ્યા હતા. આ દરમિયાન તેઓએ ધાબા પર જઈને પડતું મૂક્યું હતુ.

આ ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જે બાદ આવી પહોંચેલી હારીજ પોલીસે મામલતદારના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. મામલતદારે ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું? તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તો પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

જણાવી દઈએ કે, જૂન-2022થી હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવતા વેનાજી પટેલ અગાઉ પાટણ અને ચાણસ્મામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂક્યાં હતા. જે બાદ પ્રમોશન મેળવીને લખત, બહુચરાજી અને છેલ્લે હારીજમાં મામલતદાર તરીકેની ફરજ બજાવતા હતા.

આ સમગ્ર મામલે રાધનપુરના ડીવાયએસપી ડી ડી ચૌધરીના જણાવ્યાં અનુસાર મામલતદારે ધાબા પરથી મોતની છલાંગ લગાવી છે, પરંતુ તેઓ પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઈડ નોટ હજુ સુધી મળી આવી નથી. આત્મહત્યા પાછળનું કારણ પણ હજુ અકબંધ છે. પોલીસે આ મામલે હાલ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ સમગ્ર માહિતી સામે આવશે.

હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવનાર વી. ઓ. પટેલ પહેલા પાટણમાં નાયબ મામલતદાર હતા, ત્યાંથી ચાણસ્મામાં નાયબ મામલતદાર તરીકે બદલી થઈ હતી, જે બાદ પ્રમોશન મેળવી લખપત મામલતદાર બન્યા ત્યારબાદ બદલી થતા બહુચરાજી મામલતદાર તરીકે આવ્યાં હતા. અને છેલ્લે જૂન, 2022થી હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.