Abtak Media Google News

પસંદગીની ગોલ્ડન-સિલ્વર માટે ઓનલાઇન અરજીની તક

રાજકોટ જિલ્લામાં મોટર સાયકલ પ્રકારના વાહનો જીજે 03 એમ.એન. સીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન- સિલ્વર નંબરો માટેની રીઇ-ઓકશન થી શરુ કરવામાં આવનાર છે.ગોલ્ડન નંબરો થતા સિલ્વર નંબરોની ઓકશન (હરાજી) થી ફાળવવાનું નકકી થયેલ છે. જેથી આ પ્રકારના ગોલ્ડન નંબરો તથા સિલ્વર નંબરો પસંદગી નંબરો મેળવવા ઇચ્છતા વાહન માલીકો પાસેથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય નંબરોની મોટર સાયકલ પ્રકારના વાહનોની ઓછામાં ઓછી ફી  ગોલ્ડન નંબરના રૂ. 8000, સિલ્વર નંબરના રૂ. 3500 અને ગોલ્ડન, સિલ્વર નંબરો ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઇનવોઇસની તારીખ અથવા વિમાની તારીખ તે બેમાંથી જે વહેલુ હોય તે તારીખથી સાત દિવસ સુધીમાં ફોર્મ સી.એન.એ. માં અરજી કરનારને અરજી કર્યા તારીખથી 60 દિવસ સુધી પસંદગીના નંબર માટેના ઓકશનમાં ભાગ લઇ શકશે. ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા. 13-10 સાંજના 4 કલાકથી તા. 15-10 સાંજના 4 કલાક સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. તથા તા. 15-10 સાંજના 4 કલાકથી તા. 17-10 સાંજના 4 કલાક સુધી ઓનલાઇન ખુલ્લુ રહેશે. તથા તા. 17-10 ના રોજ સાંજના 4.15  કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઇ-ઓકશનનું પરિણામ પરિવહન સાઇટ પર ઓનલાઇન જોઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.