Abtak Media Google News

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના પુત્ર અર્જુન તેંડુકલરના ભવિષ્ય અંગે એવું નિવેદન આપ્યું છે જેને સાંભળીને તમારા મનમાં તેના માટેનું સન્માન વધી જશે. સચિને પુત્રના ક્રિકેટિંગ ફ્યુચર વિશે કહ્યું કે, અર્જુનનું ક્રિકેટમાં શું કરી શકે છે, એ કોઈ નામથી નહીં પરંતુ તેની મેહનત જ નક્કી કરશે.

જો અર્જુન મેહનત કરશે તો જ ક્રિકેટમાં તેનું સારું ભવિષ્ય બની શકશે. ઉલ્લેખનીય છે કે, અર્જુન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે. તે અવારનવાર ભારતીય ક્રિકેટર્સ સાથે નેટ પર બોલિંગ અને બેટિંગ કરતો દેખાય છે. ઘણીવાર સચિન પણ તેને કોચિંગ આપતો રહે છે. અર્જુન અત્યારે મુંબઈની અન્ડર-૧૯ ટીમનો સભ્ય છે અને ક્રિકેટમાં કરિયર બનાવવા માટે સખત મેહનત કરી રહ્યો છે.

સચિને કાંગડા એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા આ નિવેદન આપ્યું. તેંડુલકર મંગળવારે બપોરે પત્ની સાથે ધર્મશાળા પહોંચ્યો જ્યાંથી તે કંડી સ્થિત હોટલ ધ પેવેલિયન માટે રવાના થઈ ગયો. સચિન અત્યાર પ્રાઈવેટ ટૂર પર છે. ૩ મેના રોજ તે મેક્લોડગંજ તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામા સાથે ભેટ કરશે. ત્યારબાદ તે ધર્મશાળામાં ક્રિકેટ મ્યુઝિયમનો શિલાન્યાસ કરશે, બાદમાં આ જ દિવસે તે સેન્ટર ઑફ એક્સીલેન્સનું પણ ઉદઘાટન કરશેઅહીં તે સ્ટેડિયમની ડે એકેડેમીના અંડર-૧૪ના ખેલાડીઓને મળશે અને તેમને ક્રિકેટ વિશે નોલેજ આપશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.