Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં એક સમયે ૪૫ હજાર જેટલા દર્દીઓ હતા, જે સંખ્યા અત્યારે માત્ર ૫૦ જેટલી જ છે: પદ્મશ્રી ડો. કે. એમ. આચાર્ય

સત દેવીદાસ અને અમર મા ઉપરાંત મહાત્મા ગાંધીના રક્તપિત્તના દર્દીઓની સેવાના પંના આધુનિક યુગના પકિ અને તબીબ પદ્મશ્રી ડો. કે. એમ. આચાર્ય ઉપર ફૂલછાબના તંત્રી કૌશિકભાઇ મહેતા દ્વારા લખવામાં આવેલા પુસ્તકનું જાણીતા રામાયણી મોરારિ બાપુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ગાંધીમાર્ગનો માણસ નામક આ પુસ્તકમાં ડો. આચાર્યએ રક્તપિત્ત નિર્મૂલન ક્ષેત્રે કરેલી કામગીરી ઉપરાંત તેમની જીવનકવન વર્ણવામાં આવ્યું છે.

Advertisement

હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં પુસ્તકનું વિમોચન કર્યા બાદ મોરારિ બાપુએ કહ્યું કે, ડો. આચાર્યની સેવાના પરિણામે રક્તપિત્તના દર્દીઓની સેવાના પરિણામે આવા દર્દીઓ કષ્ટમાંથી મુક્ત થઇ સમાજમાં ઇષ્ટ સન પામ્યા છે. ડો. આચાર્યએ દર્દીઓની સંવેદનાને આત્મસાત કરી તેમની સેવા કરી છે. કુષ્ઠરોગીઓની સેવા અને સારવાર કોઇ પણ હિચકિચાટ વિના કરી છે. રક્તપિત્તનો રોગ તો મટે છે, પણ જનમાનસમાં રહેલા રક્તપિત્તના દર્દીઓ પ્રત્યે રહેલો રોગ મટતો ની. પણ, આ પુસ્તક જનમાનસમાંથી રક્તપિત્તના દર્દીઓ પ્રત્યેનું વલણ બદલવામાં મદદરૂપ થશે.

કલમ તો બધાની પાસે હોય છેઅને તેનાી કાગળના ફૂલ જેવું પણ લખાય છે, એમ કહેતા મોરારિ બાપુએ આ પુસ્તક પરત્વે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને કૌશિક મહેતાને તેમની પાસે કલમ અને કલેજું બન્ને છે, એમ જણાવી બિરદાવ્યા હતા.102 2મોરારિ બાપુએ કહ્યું કે, આજે સમાજમાં માણસની જરૂર છે. સંત તુલસી દાસે પણ માનવ સ્વરૂપે અવતરેલા ભગવાન શ્રી રામની સ્તુતિ કરી છે. માનવ હોય તો સંઘર્ષ કરવો જોઇએ. ભગવાન શ્રી રામે પણ સંઘર્ષ કર્યો હતો અને આપણે એક માનવી તરીકે ભગવાન પાસે આપણા જીવનમાં સંઘર્ષ આપે, એવું વરદાન માંગવું જોઇએ.

તેમણે ગાંધી માર્ગે ચાલનારા વ્યક્તિઓ અંગે કહ્યું કે, આજના કેટલાક ગાંધીવાદીઓ ચુસ્ત છે અને કેટલાક ગાંધીવાદીઓ ગાંધી માર્ગનો ઉપયોગ પણ કર્યો છે. પણ, ડો. આચાર્યએ ગાંધીએ રક્તપિત્તના દર્દીઓની જ રીતે સેવા કરી, એ જ પ્રકારે સુશ્રૂષા કરી છે. સત દેવીદાસ, અમર મા, બાબા આમ્ટે, મધર ટેરેસાએ પણ આ ક્ષેત્રમાં ઘણુ કામ કર્યું છે.103 2પોતાના પ્રતિભાવમાં ડો. કે. એમ. આચાર્યએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં એક સમયે ૪૫ હજાર જેટલા દર્દીઓ હતા. જે સંખ્યા અત્યારે માત્ર ૫૦ જેટલી જ છે. બહુ વર્ષો પહેલા સમગ્ર વિશ્વમાં કુષ્ઠરોગના ૧.૧૦ કરોડ દર્દીઓ હતા, જે પૈકી ૯૦ ટકા તો માત્ર ભારતમાં હતા. સૌરાષ્ટ્રમાં હવે આ રોગ નાબૂદ થઇ ગયો છે, એમ કહી શકાય.

પહેલા રક્તપિત્તના દર્દીઓ પ્રત્યે ભયંકર ઘૃણા રાખવામાં આવતી હતી. આવા દર્દીઓને સળગાવી નાખવામાં આવતા હતા કે દરિયામાં ફેંકી દેવામાં આવતા હતા. દર્દીઓને કુષ્ઠ રોગ હતો પણ સો સમાજને માનસિક કુષ્ઠ રોગ હતો. વિવિધ સંસઓ અને સંતોની મદદી આ રોગના દર્દીઓને સાજા કરી શક્યા છીએ અને તેને સમાજમાં પુન:સપિત કરી શક્યા છીએ.

તેમણે ગાંધીજીનું વિધાન ટાંકતા કહ્યું કે, જ્યાં સુધી છેવાડાનો માનવી મોટો નહીં ાય, ત્યાં સુધી દેશ મોટો નહીં ાય. આ પુસ્તકના લેખક કૌશિકભાઇ મહેતાએ કહ્યું કે, મારા પહેલા પુસ્તકના વિમોચન વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ એવું કહેલું કે ખ્યાતિ પ્રાપ્ત લોકો ઉપર ઘણા પુસ્તકો લખાય છે, સમાજમાં એવા પણ લોકો છે, જે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે, તેમના વિશે પણ લખવું જોઇએ. આ વાત અત્યારે સાકાર ઇ રહી છે. આ પુસ્તક મારા પત્રકારત્વની ર્સાક્તા સમાન છે. તેમણે ડો. આચાર્ય વિશે રસપ્રદ વાતો કહી હતી.

કાર્યક્રમના પ્રારંભે રક્તપિત્તના દર્દીઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દર્દીઓને કિટ અર્પણ કરવામાં આવી હતી. મનોજ જોશીએ વૈષ્ણવજન તો તેને કહીએ ભજનનું ગાન કર્યું હતું. આ વેળાએ પુસ્તકના પ્રકાશન યોગેશભાઇ ચોલેરા, દર્શિતભાઇ જાની સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.