Abtak Media Google News

એક વર્ષમાં ચાર નવરાત્રી હોય છે. વર્ષનો પહેલો મહિનો એટલે કે ચૈત્ર પ્રથમ નવરાત્રી હોય છે. નવરાત્રીનો બીજો મહિનો અષાઢનાં ચોથા મહિનામાં હોય છે. આ પછી અશ્વિન મહિનામાં મોટી નવરાત્રી આવે છે ત્યારે અષાઢ શુદ એકમને સોમવાર થી અષાઢી નવરાત્રી નો પ્રારંભ થશે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે તેમાં અષાઢી નવરાત્રી ને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે.

જ્યોતિષી રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે આ નવરાત્રી દરમિયાન મંત્ર ઉપાસના તંત્ર ઉપાસના જલ્દી ફળદાયી બને છે. ખાસ કરીને અષાઢી નવરાત્રી દરમિયાન જીવનમાં જે મહત્વની બાબતો છે જેવી કે રોજગાર આરોગ્યની સમસ્યા નિવારણ માટે તથા માનસિક બીમારી દૂર કરવા માટે ઉપાસના કરવી જોઈએ ખાસ કરીને આ બધી બાબતો માટે નવર્ણ મંત્ર મહા મંત્ર કહેવામાં આવે છે જે જીવનની બધી જ સમસ્યા દૂર કરે છે. નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે સોમવારે સવારના અથવા તો સાંજના સમયે નવદુર્ગા માતાજી ની છબી લઈ એક બાજોઠ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પથરી તેના ઉપર નવદુર્ગા માતાજી તથા કુળદેવી ની છબી રાખે પાસે દીવો અથવા અગરબત્તી કરો.

મંત્ર

ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे नमः

કેવી રીતે કરવી પૂજા ??

સૌ પ્રથમ ગણપતિ દાદા નું નામ લઈ કુળદેવીનું નામ લઇ અને ત્યાર બાદ ઉપરોક્ત મંત્રની 3 7 અથવા 11 માળા દરરોજ કરવી અષાઢી નવરાત્રીના નવેય દિવસ દરમિયાન દરરોજ માળા કરવી ઉપાસના કરવાથી આપને જરૂર ફાયદો થશે, નવરાત્રી પૂરા થાય એટલે છબી પાછી પૂજા મંદિરમાં પધરાવી દેવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.