Abtak Media Google News

અમદાવાદ ખાતે ફરજ બજાવતા પોલીસમેન જન્માષ્ટમીના પર્વમાં વતન આવ્યાને દુર્ધટના સર્જાય

વંથલીના ખોરાસા ગામના વતની અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં એએસઆઈ. તરીકે ફરજ બજાવતા યુવાનનું સાબલી ડેમમાં ન્હાવા પડેલ ત્યારે ઊંડા પાણીમાં ડુંબતા મોત નિપજ્યું હતું, આ ઘટનાથી પોલીસ બેડામાં  અને પરિવારજનો ઘેરા શોકમાં ડૂબ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા વંથલીના ખોરાસા ગામના પરેશ રામભાઈ ચાવડા (ઉ.વ. 31) જન્માષ્ટમીની રજામાં પોતાના વતન ખોરાસા ગામે આવ્યા હતા,  અને નોમના દિવસે પોતાના મિત્રો સાથે તેઓ ગામ પાસે આવેલ સાબલી ડેમમાં ન્હાવા ગયેલ ત્યારે પરેશભાઈ  ઊંડા પાણીમાં ડુબવા લાગ્યા હતા , જેને બચાવવા માટે તેમના મિત્રોએ જાનની બાજી લગાવીને અથાગ પ્રયત્નો કર્યા પરંતુ પરેશભાઈના મિત્રો પરેશભાઈનો જીવ બચાવી શકેલ નહી, અને પરેશભાઈનું મૃત્યુ થયું હતું.ખોરસા ગામના પોલીસ અધિકારીનું અકાળે અવસાન થતા સમગ્ર ગામ તેમજ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું, જ્યારે પરીવારજનો ઘેરા શોકમાં ડૂબ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.