Abtak Media Google News

સિંહ “જંગલનો  રાજા” 

World Lion Day 2023: Date, History, Significance And Celebration (Photo By Zdeněk Macháček On Unsplash)

સિંહ એટલે જંગલનો રાજા .  દર વર્ષે ૧૦ ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાટિક સિંહ ગુજરાતની આન, બાન અને શાન ગણાય છે. સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર જંગલમાં સિંહની વસ્તી વસવાટ કરે છે. દેશ અને વિદેશથી સાસણ ગીરમાં લોકો સિંહ જોવા આવે છે.

 ગુજરાતમાં સતત સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ-૨૦૦૫માં સિંહની વસ્તી ૩૫૯ હતી જે વધીને વર્ષ-૨૦૨૦માં ૬૭૪ થઈ છે. ગુજરાત સરકારના વન વિભાગ અંતર્ગત સિંહ સહિતના વન્યજીવોને સંરક્ષણને લઈને વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ઉનાળા દરમિયાન સિંહો માટે અલાયદી અને વિશેષ વ્યવસ્થાના ભાગરુપે સિંહ માટે પીવાના પાણીની સગવડ ધારી પૂર્વ વન્યજીવ રેન્જમાં કરવામાં આવે છે. ઈજાગ્રસ્ત સિંહો માટે સારવાર અને ઓબ્ઝર્વેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સિંહોનું વિશેષ પ્રકારે સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.

શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા અંતર્ગત અમરેલીમાં વર્ષ ૨૦૨૨-૨૩માં સિંહ સંરક્ષણને લઈને સફળ કામગીરી કરવામાં આવી છે.

7,000+ Best Lion Images &Amp; Free Hd Stock Photos - Pixabay

અમરેલી જિલ્લામાં ગ્રેટર ગીર અટલે કે બૃહદ ગીરના વિસ્તારમાં (જંગલ સિવાયનો વિસ્તાર) અંદાજે ૧૦૦ થી ૧૧૦ જેટલા સિંહોનો વસવાટ છે. શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા અંતર્ગત અમરેલી અને ભાવનગરનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ઈજાગ્રસ્ત ૪૩ સિંહના સફળ રેસ્ક્યુ કરીને સિંહને બચાવવામાં આવ્યા છે.

1,000+ Best Lion Photos · 100% Free Download · Pexels Stock Photos

એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એશિયાઈ સિંહોનો વસવાટ છે. ગીર નેશનલ પાર્ક અને ગીર વન્યજીવ અભ્યારણ્ય ગુજરાતની આન, બાન અને શાન ગણાય છે. ગીરમાં સિંહોના વસવાટમાં અને તેમના સંરક્ષણમાં જીવદયામાં માનતી પ્રેમાળ ગાંડી ગીરની પ્રેમાળ અને સંવેદનશીલ પ્રજાનો સિંહ ફાળો છે.

 અમરેલી: દર વર્ષે ૧૦ ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાટિક સિંહ ગુજરાતની આન, બાન અને શાન ગણાય છે. સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર જંગલમાં સિંહની વસ્તી વસવાટ કરે છે. દેશ અને વિદેશથી સાસણ ગીરમાં લોકો સિંહ જોવા આવે છે. શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા અંતર્ગત અમરેલીમાં વર્ષ ૨૦૨૨-૨૩માં સિંહ સંરક્ષણને લઈને સફળ કામગીરી કરવામાં આવી છે.

 

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.