Abtak Media Google News

વાળ સફેદ થવા એ કુદરતી પ્રક્રિયા છે અને ઓછી ઉંમરે જે અકાળે સફેદવાળ થવા એ ચિંતા‚પ કારણ બની જાય છે. તેમજ સફેદવાળ થવા પાછળ મેલેનિન નામનુ તત્વ જવાબદાર હોય છે. જો કે અમે તમને જણાવી રહ્યા છીએ એવા કેટલાક ઉપાયો જે તમે ડાઇ કર્યા વગર જ વાળને રેશમી અને મુલાયમ બનાવી શકશો.

કોફી

કોફી એ સફળ ડાઇગ એજન્ટ તરીકે કામ કરે છે અકાળે સફેદ થતા વાળને અટકાવવામાં કોફી ખૂબ મદદ‚પ સાબિત થાય છે. કોફીથી તમારા વાળનો નેેચરલ કલર જળવાઇ રહે છે. તો કેવી માથા લગાડવી કોફી જેની વિધિ આ પ્રમાણે છે.કોફી (પાઉડર)માં ૨થી૩ ચમચી કલર વગરની કોફી મિક્સ કરો ત્યાર બાદ લંબાઇ અનુસાર ૧૦૦થી ૧૫૦ mlપાણી મિક્સ કરવુ. આ ડાર્ક મિશ્રણમાં જ્યા સુધી ઘટ્ટના થાય ત્યાં સુધી તેને ઉકાળો. અને ઠંડુ થયા બાદ તેને વાળ પર લગાડો. ૪૫ મિનિટ જેટલુ રાખીને વાળને ધોઇ લો.

ઘી 

ઘી તમારા વાળનો કુદરતી કલર ટકાવી રાખવામાં મદદ‚પ કરે છે. ઘી થી માથા પર હળવુ મસાજ કરી એક કલાક પછી માથુ ધોઇ નાખો. અઠવાડિયામાં બે વાર આ પ્રકારનો મસાજ કરવાથી વાળને ફાયદો થાય છે.

બટાટાની છાલ

બટાટાના સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોવાથી જે તમારા વાળ કાળા અને રેશમી બનાવવામાં મદદ‚પ બને છે. બટાટાની છાલને એકઠી કરી થોડા સમય સુધી પાણીમાં ઉકાળો. તેને હળવા તાપે થોડુ ઉકાળવા દો. આ પછી મિક્સચરને ઠંડુ પાડવા દો. અને ધીરે ધીરે વાળના ભાગે૩૦ મિનિટ સુધી લગાવો આ પછી માથુ ધોઇ લો.

આમળા

આમળામાં વિટામિન c નો ભરપુર સ્ત્રોત હોવાને કારણે વાળના ગ્રોથમાં ખૂબ મહત્વ ભાગ ભજવે છે.વાળની સંભાળ લેવા માટે આમળાના પાવડરને તેલમાં મિક્સ કરો. હવે આ મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેને ૩૦ થી ૪૫ મિનિટ માટે લગાવી રાખો અને પછી ઠંડાપાણીથી ધોઇ લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.