Abtak Media Google News

મેકઅપ કીટમાં સૌથી મહત્વપૂર્ણ પ્રોડક્ટ, બ્લશ હોય છે જે ચહેરા ને ચમકદાર બનાવે છે. તમારે કયા પ્રકારના બ્લશનો અને કઈ રીતે ઊપયોગ કરવોએ જ્ણાવીશુ. પોતાની ત્વચાના રંગનાં હિસાબે બ્લશ ટોન લો. તેવું કરવાથી તમારા ચહેરા પર અણઘડપણું દેખાશે નહિ. યુવતીઓ માટે, ખાસ કરીને જેનો સ્કીન ટોન ગોરો છે તેમણે સોફ્ટ પિંક, લાઈટ કોરલ અને પીચ કલરનાં બ્લશ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે.

એંગલડ બ્રશ સાથે ક્રીમ બ્લશ લગાવો જોઈએ. તેને સાવધાનીપૂર્વક લગાવાની જરૂર હોય છે. તેનાથી ચહેરા પર શાઈન આવે છે.

બ્લશ લાગવા માટે કીટ સાથે જે બ્રશ આવે છે તે લગભગ બેકાર જ હોય છે. તેના બદલે બ્રશની કીટમાંથી કાઢીને બ્રશનો ઉપયોગ કરો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે બ્રશને ધોઈને સાફ રાખો જેથી ચેપ ન લાગે.

મેકઅપમાં ફાઉન્ડેશન, લીપ્સ્ટીક, આઈલાઇનર, આઈશેડો અને બાકીનું મેકઅપ કર્યા પછી બ્લશ લગાવો. લીપ્સ્ટીકના રંગનો જ બ્લશ લગાવો, તે લગાવાથી મેકઅપમાં ચાર ચંદ લાગી જશે.

બ્લશને ગાલ પર ઉપરની તરફ લઇ જતા લગાવો. તેનાથી ચહેરા પર કરેલ મેકઅપમાં ક્રેક નથી પડતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.