Abtak Media Google News

તમે લીપ્સટીક સાથે કયા કલરનું બ્લશ લગાવો છો, તે વાત તમારા ગોર્જીયસ લુક માટે ઘણું મહત્વ રાખે છે. તમે કોરલ બ્લશ સાથે પિંક લિપસ્ટિક ન લગાવી શકો. લિપસ્ટિક શેડ્સ અને બ્લશના ખોટા મેચિંગના લીધે તમે પણ ફેશન ફન બની શકો છો.આજે અમે તમને જણાવીશું કયા રંગની લિપસ્ટિક સાથે કયા રંગનુ બ્લશ લગાવવુએ બતાવીશુ.

  • પિંક કલરની લિપસ્ટિક સાથે પિંક કલરનો બ્લશ પણ લગાવી શકો છો. આ બહુજ ફ્લેક્સિબલ બ્લશ હોય છે, જેનો ઉપયોગ લિપસ્ટિકના કેટલાંક કલર સાથે કરી શકાય છે.
  • રેડ કલરની લિપસ્ટિક સાથે લાઈટ ઓરેન્જ અથવા કોરલ બ્લશ લગાવી શકો છો.
  • ન્યૂડ લિપસ્ટિકના ઘણા અલગ-અલગ શેડ્સ હોઈ શકે છે. પિંક ન્યૂડ કલર સાથે લાઈટ, ડસ્ટી પિંક શેડનો બ્લશ લગાવો અને બ્રાઉન ન્યૂડ્સ સાથે માટી કલરનો બ્લશ લગાવો, પિંક અને બ્રાઉન કલરને ક્યારેય એક સાથે ન લગાવવું જોઈએ.
  • બેરી કલર બ્લશ વાઈન કલરની લિપસ્ટિક સાથે ખૂબ જ સુંદર દેખાય છે. તમે તેની સાથે બ્લશ પણ લગાવી શકો છો. તો ચોક્કસપણે તમારા પિંક બ્લશ ઘણા ઉપયોગી બ્લશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.