Abtak Media Google News

શું તમારા વાળ પણ શુષ્ક અને ખરાબ થયેલા છે તો આજે અમે તમને જાણાવીશું કે કેવી રીતે પ્રાકૃતિક સામગ્રીના ઉપયોગથી તમે તમારા વાળને સરખા થઇ શકે છે.

દહીંએ એક એવી વસ્તુ છે જે વાળની ક્વોલીટીને સરખી કરવામાં મદદ કરે છે દહીંમાં ઘણુ પ્રોટીન હોય છે જે વાળ માટે ઘણુ જરુરી છે.

દહીંમા રહેલા પ્રોટીન તમારા વાળને મજબુત બનાવશે સાથે જ તમારા શુષ્ક થયેલા વાળને પણ સરખા કરશે. દહીંમાં એટીબેક્ટીરીયલ ગુણ હોય છે. જે માથાની ત્વચામાં આવતી ખજંવાળન. દુર કરે છે.

જો તમારા વાળ વધુ ડ્રાઇ અથવા શુષ્ક હોય તો તમે વાળમાં દહીં લગાવીને તેને મુલાયમ બનાવી શકો છો દહીંમાં રહેલુ લીફિટક એસિડ વાળને મુલાયમ અને સક્રિય બનાવે છે.

એક કટોરીમાં ૨ ચમચી દહીં થોડા ટીપા મધ અને લીંબુનો રસ મીક્સ એક પેસ્ટ બનાવો આ પેકને વાળ પર સારી રીતે લગાવો અને તેને થોડા સમય માટે રહેવા દો. આમ રેગ્યુલર આ પેકના ઉપયોગથી વાળ સ્મુધ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.