Abtak Media Google News

નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સના એક્સપર્ટસ દ્વારા 4 દિવસ સુધી ઓફિસરોને અપાશે સઘન તાલીમ

આજે એ.વી.પી.ટી.આઈ કોલેજ, રાજકોટ ખાતે આગામી વિધાનસભા ચૂંટણીના સુચારૂ વ્યવસ્થાપન અર્થે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના રીટર્નીંગ ઓફિસર અને આસી. રીટર્નીંગ ઓફિસરો માટે 23 થી 26 ઓગસ્ટ સુધી ચાલનાર ચાર દિવસના સર્ટીફીકેટ ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

કાર્યકમમાં જીલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર અરૂણ મહેશ બાબુ એ એક્સપર્ટસ તેમજ અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ ઓફિસરોને ઈલેકશન મેન્યુઅલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા સલાહ આપી હતી. આ કાર્યક્રમનો શુભારંભ કરાવવા બિહારના ડેપ્યુટી ચીફ ઈલેક્ટોરલ ઓફિસર અને  ટ્રેનિંગ એક્સપર્ટ  અશોક પ્રિયદર્શની,  નાસિકના એડી. કલેકટર અને  ટ્રેનિંગ એક્સપર્ટ અરૂણ આનંદકર, અને  ટ્રેનિંગ એક્સપર્ટ આર.કે. કર્મશીલ, એડી. ડી.ઈ.ઓ., રાજકોટ એસ.જે. ખાચર તેમજ એ.વી.પી.ટી.આઈ કોલેજના પ્રિન્સીપાલ ડો. એ. એસ. પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Officers Talim 8

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાના આશરે 40 જેટલા આર.ઓ. તેમજ 57 જેટલા એ.આર.ઓ. ઉપસ્થિત રહ્યા હતા.

આ ટ્રેનિંગ આર.ઓ. અને એ.આર.ઓ.ની  બે અલગ અલગ બેચમાં શરૂ કરવામાં આવી છે. આજે ક્વોલિફિકેશન એન્ડ ડીસક્વોિ લફિકેશન વિષય પર અરુણ આનંદકર દ્વારા રીટર્નીંગ ઓફીસરોના પ્રથમ સેશન તેમજ નોમીનેશન પર  અશોક પ્રિયદર્શની દ્વારા આસી. રીટર્નીંગ ઓફીસરોના પ્રથમ સેશન દ્વારા ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી.

Officers Talim 5

18 સેશનમાં નોમીનેશનથી રિઝલ્ટ સુધીની તમામ પ્રક્રિયાઓની તાલીમ અપાશે

આ ટ્રેનીંગ પ્રોગ્રામ હેઠળ નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સના એક્સપર્ટસ દ્વારા જુદા -જુદા 18 સેશનોમાં ચુંટણીની નોમીનેશનથી રિઝલ્ટ સુધીની તમામ પ્રક્રિયાઓની અને ધ્યાનમાં રાખવાની બાબતોની ઉંડાણપૂર્વકની જાણકારી અને ટ્રેનિંગ આપવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.