Abtak Media Google News

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની  પ્રેરક ઉપસ્થિતિમાં  આજે  ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યભરમાં પી.એચ.ડી કરતા  વિદ્યાર્થીઓ માટેની સહાય યોજના “શોધ”નો સ્ટાઈપન્ડ વિતરણ કાર્યક્રમ  યોજાયો હતો.

મુખ્યમંત્રીના  હસ્તે શોધના ૭૫૩ વિધાથી માટે ઑનલાઈનના માધ્યમથી ત્રણ માસના સહાય પેટે રૂ. ૩,૩૮,૮૫,૦૦૦ની માતબર રકમ તેમના ખાતામાં જમા કરાવી હતી.

જેમાં ગુજરાતભરની વિવિધ યુનિવર્સિટીઓના પસંદ કરાયેલ ૭૫૩  શોધના લાભાર્થીઓ ઊપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે  રાજ્યના શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી  વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ  અંજુબહેન શર્મા, મુખ્યમંત્રીના માહિતી સચિવ  અશ્વિનીકુમાર સહિત વિવિધ  ઉચ્ચ અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.