Abtak Media Google News

હોમ અને વિધીના નામે 20 હજારની ફી વસુલતી ભુઈ વા, કેન્સરના દર્દીઓને પગે દોરા બાંધી ઉપચાર કરતી આઠ વર્ષથી કપટ લીલા કાયમી બંધ કરાવાય

વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં માનવી  ચંદ્રમાં સુધી પહોચી ગયો છે ત્યારે  હજુ દોરા ધાગા  ધતીંગ લીલા ચલાવનારાઓની પાલીચાલતી હોયતેમ વેરવાળના સોનારીયા ગામે ભૂઈની  ધતીંગલીલા પર જાથાએ કાર્યવાહી કરી કપટલીલા બંધ કરાવી હતી.

Advertisement

રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાના કાર્યાલયે સુત્રાપાડાના પીડિત પિરવારે આપવિતીમાં માહિતી આપી તેમાં સોનારીયા ગામની ભુઈ ભેનીબેન છેલ્લા 1પ વર્ષથી ઘરમાં માતાજીના સ્થાનકે લોકોના દુ:ખ-દર્દ, સગપણ, અસાધ્ય રોગ મટાડવો, જોવાનું કામ કરે છે. ઘરના ત્રણ સદસ્યો ધૂણીને ભુઈને મદદ કરી રૂપિયા હોમ-હવનના નામે ખંખેરે છે. પિરવારોને અંદરોઅંદર ઝગડો કરાવે, ખોટા નામ આપી વૈમનસ્ય ફેલાવે છે. ચાર દિકરા ધરાવતી ભુઈની ભાવેશની પત્નિ િરસામણે છે. બે કોમના પ્રેમી યુગલના લગ્ન કરાવી આપવા, વશીકરણને ધંધો બનાવી છેતરપિંડી કરે છે. ગામના લોકો નારાજ છે. જિલ્લા ઉપરાંત મુંબઈ સુધીના દુ:ખી લોકો ભુઈ પાસે આવે છે. આખા ઘરનું ગુજરાન દોરા-ધાગાના કારણે ચાલે છે. વાકચાર્તુય ધરાવતી ભુઈના કરતુતો સંબંધી વાત મુકી હતી. ભુઈના ત્રાસથી મુક્ કરાવવા જાથા સમક્ષ્ા હકિક્ત આવી હતી.

જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ કાર્યકરો રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, વિનોદ વામજા, અંકલેશ ગોહિલ, સોહિલ રાજદેવ, ભાનુબેન ગોહિલ, શિલ્પાબેન સુરાણી, સ્થાનિક કાર્યકરો સાથે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેકટર મક્વાણાને રૂબરૂ વાતચીત કરતાં પર્દાફાશ માટે પી.એસ.આઈ. એસ. એસ. ભુવા, હેડ કોન્સ્ટે. કનકસિંહ કાગડા, મહિલા પોલીસ કર્મીઓ અલ્પાબેન કરશનભાઈ, મનિષાબેન ભુપતભાઈ, તેજલબેન કિશોરનાથ, ભારતીબેન સોસા, પો.કોન્સ્ટે. સુધીરભાઈ ભીખાભાઈ, પો.કોન્સ્ટે. પિયુષભાઈ કાનાભાઈ, કૈલાસસિંહ બારડ, કરણસિંહ બાબુભાઈ સહિત પોલીસવાન, ડી સ્ટાફને પોતાના વાહન લઈને સોનારીયા ગામે ભુઈના ઘરે જાથાનો કાફલો પહોંચી ગયો. ઘરના બધા સદસ્યો હેબતાઈ ગયા. ગામ આખું ઘટના સ્થળે પહોંચવા માંડયું.

ભુઈ ભેનીબેનને પિરચય આપી ધતિંગલીલા કાયમી બંધ કરાવવા આવ્યા છીએ. હાજર જોવડાવવા આવેલા બે બહેનો પાસે વિગત જાણી શરૂઆતમાં ભુઈનું શરીર કામ કરતું બંધ થઈ ગયું. પોલીસે હિંમત આપી સ્વસ્થ ર્ક્યા. લોકોને ભ્રમમાં નાખવાના, કેન્સરના રોગી ઉપર ઉપચર કરવા કાયદામાં ગુન્હો બને છે. ભુઈ વિરૂદ્ઘ પુરાવા મુકી આસ્થા સાથે ચેડા ન કરવા સલાહ આપી. ભુઈમા અને પિરવાર ભાંગી પડયો હતો. શરણાગતિ સ્વીકારી કાયમી ધતિંગલીલા બંધની ખાત્રી ઘરના બે ભુવાઓ પણ જાથા સમક્ષ્ા કરવા લાગ્યા. પી.એસ.આઈ. ભુવાએ સમજાવટથી કામ લીધું. પોલીસ ડી સ્ટાફ, ઘરની બહાર વ્યવસ્થા સંભાળી. ભુઈ ભેનીબેન અમે રૂપિયા લેતા નથી. મુંબઈથી લોકો જોવડાવા આવે છે. કેન્સરના દર્દીઓને સારુ થાય છે તેવી વાત કરતાં બધા હસી પડયા હતા. ભુઈનો દિકરો ભાવેશની ઘરવાળી 6 મહિનાથી રિસામણે છે તેનો ઉકેલ ભુઈ પાસે ન હતો. ભુઈનો પતિ જેન્તીભાઈ પિરસ્થિતિ વારંવાર પગે લાગી મામલો પતાવવા રટણ કરતા હતા. મહિલા પોલીસ કર્મીઓએ ઘરના સદસ્યો ઉપર નજર રાખી હતી. કાયદો-વ્યવસ્થાની સતત દેખરેખ રાખી હતી.

જાથાએ પર્દાફાશ સફળ થવાના કારણે ગિર સોમનાથના એસ.પી. મનોહરસિંહ જાડેજા, પો. ઈન્સ. મક્વાણા, અધિકારીઓનો આભાર માન્યો હતો. જિલ્લા પોલીસ વડાએ વિશેષ સંભાળ રાખી હતી. પોલીસનો મોટો સ્ટાફ ફાળવ્યો હતો. જાથાએ 1ર30 મો સફળ પર્દાફાશ ર્ક્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.