Abtak Media Google News

 ભારે ખેંચતાણ બાદ માળીયા બેઠક પર બ્રિજેશ મેરજા અને  ટંકારા બેઠક પર લલિત કગથરાએ ઉમેદવારી નોંધાવી

આજે ઉમેદવારીપત્ર ભરવાના આખરી દિવસે ભારે ખેંચતાણને અંતે બેઠક ઉપરથી કોંગ્રેસના બ્રિજેશ મેરજા અને ટંકારા બેઠક ઉપરથી લલિત કગઠરાએ વિધિવત ઉમેદવારી નોંધાવી હતી.

Advertisement

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં મોરબી માળીયા બેઠક ઉપરથી આજે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજાએ વિશાળ ટેકેદાર વર્ગ સાથે ઉમેદવારી નોંધાવી હતી.

એ જ રીતે ટંકારા બેઠક માટે મોરબી જીલા કોંગ્રેસ પ્રમુખ લલિત કાગથરાએ મોરબી કાર્યાલયથી રેલી યોજી ટંકારા ખાતે બહોળા ટેકેદાર વર્ગ સાથે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે રવિવારે કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતા જ કોંગ્રેસના અસંતુષ્ઠો અને પાસના દાવેદારોએ ધમાચકડી મચાવતા મોરબી માળીયા અને ટંકારા બેઠક ઓર કોંગ્રેસમાં ભારે રાજકીય ખેંચતાણ વચ્ચે ગઈકાલે કોંગ્રેસના સતાવાર ઉમેદવારો ફોર્મ ભરી શકયા ન હતા.

જો કે હજુ પણ મોરબી માળીયા બેઠક પર દાવેદારી કરનાર કિશોર ચીખલીયા લડી લેવાના મૂડમાં છે અને બપોર સુધીમાં અપક્ષ તરીકે દાવેદારી નોંધાવે તેવી શકયતા છે જો કે કોંગ્રેસ અગ્રણીઓ તેમને મનાવી લેવા માટે ગઈકાલથી મહેનત કરી રહ્યા છે અને તેઓ માની જશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.