Abtak Media Google News

છેલ્લા વર્ષોમાં કાંતિલાલ અમૃતિયાની અસકયામતો અને મિલકતમાં નોંધપાત્ર વધારો

મોરબી:પાંચ-પાંચ ટર્મથી મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર એકચક્રી શાસનની જેમ ચૂંટાઈ આવતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પર ભાજપે પુન: વિશ્વાસ વ્યક્ત કરી છઠી ટર્મ માટે ટીકીટ આપતા કાંતિલાલ અમૃતિયાએ વિશાળ ટેકેદાર વર્ગ સાથે વાજતે-ગાજતે ઉમેદવારીપત્ર ભર્યું હતું અને ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામામાં પોતે કરોડોની સંપત્તિ ધરાવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

Advertisement

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામા મુજબ વર્ષ ૨૦૧૨ માં પોતે ૭,૭૫,૨૧૨ રિટર્નમાં દર્શાવ્યા હતા જ્યારે ૨૦૧૭માં ૧૩૦૪૯૦૮ રિટર્નમાં દર્શાવ્યા છે.જ્યારે તેમના પત્નીએ પહેલી વાર રિટર્નભરી ૬૭૮૨૯૭ રકમ દર્શાવી છે.

કાંતિભાઈ અને તેમના પરિવારની કુલ અસકયામતોમાં વર્ષ ૨૦૧૨માં ૧,૨૫,૮૯,૭૨૫ દર્શવી હતી જે વર્ષ ૨૦૧૭ માં ૯૮,૦૯૨૧૬ તેમના પત્ની જ્યોત્સનાબેન પાસે ૨૦૧૨ માં ૧૯૮૮૫૧૨ જ્યારે ૨૦૧૭ માં  ૫૨૨૩૧૯૫,તેમની પુત્રી જહાન્વી પાસે ૨૦૧૨ માં ૫,૧૪,૫૧૮ અને ૨૦૧૭માં ૧૨,૨૭,૨૩૬ અને તેમના પુત્ર પ્રથમ પાસે ૨૦૧૨ માં ૭,૭૧,૪૩૭ અને ૨૦૧૭ માં ૯,૬૬,૪૩૭ ની સંપત્તિ છે. ઉપરાંત અમૃતિયા પરિવાર પાસે ૨૦૧૭માં કુલ ૪,૮૧,૦૯, ૪૨ ની બજાર કિંમત ધરાવતી સ્થાવર મિલકતો આવેલી છે. આ ઉપરાંત કાંતિભાઈ પાસે ૨૦૧૭માં સ્વપાર્જીત મિલકત રૂ.૩,૮૬,૬૫૦૦૦ અને તેમના પત્ની પાસે રૂ. ૫૦,૫૦૦૦૦ની સ્વપાર્જિત મિલકતો છે જોકે એમના પુત્ર-પુત્રી પાસે સ્વપાર્જીત મિલકતો નથી.

ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ સોગંદનામામાં પોયના પર લોન કર્જ રૂપે રૂ.૧,૦૩,૬૨,૪૦૭ ને તેમના પત્ની ઉપર ૧૦,૦૦,૦૦૦ ચૂકવવાના હોવાનું જણાવાયું હતું આમ છેલ્લા વર્ષોમાં કાંતિલાલ અને ખાસ કરીને તેમના પત્નીની મિલકતમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું ડિકલેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે બીએમડબલ્યુ અને અન્ય લકઝરી કાર વાપરતા ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા પાસે એક માત્ર મારુતિ ઝનબકાર છે જે ૨૦૧૨ અને હાલમાં પણ ૧,૧૦,૦૦૦ની કિંમતની હોવાનું તેમજ છેલ્લા પાંચ વર્ષમાં પુત્રી માટે ૧૪૦ ગ્રામ સોનુ ખરીદ કર્યાનું પણ સોગંદનામામાં જાહેર કરવામાં આવ્યું હતું. સોગંદનામા મુજબ વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણી દરમિયાન મતદારોને પ્રલોભન આપવના કેસમાં જાહેરનામા ભંગનો શાભ ૧૭૧ (બી),૧૮૮ અને ૧૧૪ મુજબ ૫/૫/૨૦૦૯ ના રોજ ગુન્હો નોંધાયો હતો જે કેસ હાલ મોરબીના ૨-જા એડી.ચીફ જ્યૂડી.સમક્ષ ચાલી રહ્યો હોવાનું જાહેર કર્યું હતું. આમ, બેઠક પર સતત પાંચ-પાચ ટર્મથી ચૂંટાતા ભાજપના કાંતિભાઈની આવકમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સોગંદનામા પરથી સ્પષ્ટ બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.