Abtak Media Google News

નાના ઔઘોગિક એકમોને સહાયરૂપ વાતાવરણ માટે અનેક વિધ મુદ્દે ગ્રેટર ચેમ્બરે મંત્રી ભાનુપ્રતાપસિંહ વર્માને કરી લેખીત રજુઆત

સૌરાષ્ટ્રના ઔઘોગિક આર્થિક પાટનગર રાજકોટમાં લધુ મઘ્યમ અને નાના ઉઘોગો આપ મેળે વેશ્ર્વીક સામે મલ્ટીનેશનલ કંપનીઓ સામે ટકકર લઇ રહ્યા છે. ત્યારુ હજુ આ લધુ, નાના અને મઘ્યમ ઉઘોગો ની વિકાસ માટે સરકાનના પ્રોત્સાહન ની જરુર હોય તેમ જણાવી ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટીઝના પ્રમુખ રાજીવભાઇ દોશીએ લધુ મઘ્યમ નાના ઉઘોગના ભારત સરકારના મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી ભાનુ પ્રતાપસિંઘ વર્માના રાજકોટ આગમનને વધાવી વિસ્તૃત આવેદન પત્ર પાઠવી રાજકોટના નાના ઉઘોગોને પડતી મહત્વની સમસ્યાઓ દુર કરવા વિસ્તૃત રજુઆતો કરી છે.

Advertisement

મંત્રી ભાનુપ્રતાપસિંહ ને પાઠવેલા પત્રમાં રજુઆત કરી માંગ કરી છે કે અત્રેથી રાજકોટ શહેરમાં એમએસએમઇ મીનીસ્ટ્રીના ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના રાજ્ય કક્ષાના મંત્રી ભાનુપ્રતાપસિંઘ વર્માનું આગમન થયેલ છે. જે આવતીકાલના એમએસએમઇ મેગા કોન્કલેવમાં હાજર રહીને સૌરાષ્ટ્ર વિસ્તારના વેપાર-ઉદ્યોગકારોને સંબોધવાના છે.

તે કાર્યક્રમની પૂર્વસંધ્યાને ગ્રેટર ચેમ્બરના પદાધિકારીઓ દ્વારા મંત્રીનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવેલ અને જેમાં રાજકોટની નામાંકીત અન્ય સંસ્થાના પદાધિકારીઓ પણ હાજર રહેલ હતા.

જેમાં મુખ્યત્વે લઘુના મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઉદ્યોગકારોને મદદકર્તા જુદીજુદી સ્કીમોમાં નાના ઉદ્યોગોકારોને લાભ મળી રહે તે માટે નોડલ એજન્સી (બેન્કો) ને રોકવામાં આવેલ હતી. જે અનુસંધાને આવી એજન્સીઓ દ્વારા વહીવટી કાર્ય સરળ કરવાને બદલે ઘણા બધા કારણોસર વધુ જટીલ કરી નાખતા મળતી સહાય (સબસીડી) પ્રક્રિયામાં મુશ્કેલીઓ વધી જાય છે. ત્યારે મળવાપાત્ર સબસીડી અમુક તબક્કે લેપ્સ થઇ જતી હોય છે. જે માંહેથી અમુક તો સને 2012 થી પેન્ડીંગ છે, તેને માટે એમ્બુસમેન્ટની નિમણુંક કરીને તેમના દ્વારા પક્ષકારોને સાંભળીને ત્વરીત નિર્ણય કરીને સબસીડી / સહાયની રકમ મળી રહે.

એમએસએમઇની નવી સ્કિમો કેપીટલ સબસીડી ઘણા સમયથી અમલમાં મુકાઇ નથી તો તેને હાલના તબક્કે એમએસએમઇ સેકટરને લાભ મળે તે બાબતે પગલા લેવાવા જોઇએ.બજારમાં મોંઘવારીના મારને લીધે એમએમએમઇ સેકટરમાં ઘણા ઉતારચડાવ હાલમાં જોવા મળી રહયા છે.

જે અનુસંધાને ગ્રાહકોમાં વસ્તુની ખરીદશકિતનો અભાવ જોવા મળી રહ્યો હોય, તે ખરીદી વધારવાના પ્રયાસરૂપે ક્ધઝયુમર ડયુરેબલ અને કિચનવેર ઉપરાંત રેફ્રીજરેટર, એ.સી., ટી.વી., સ્કુટર, મિક્ષ્ચર, ગ્રાઇન્ડર જેવી ચીજવસ્તુઓની ખરીદી પર 90 % સુધીની લોન આપવી જોઇએ અને તે માટે સરકાર બેન્કોને થતી વ્યાજખાધમાં સબસીડી પુરી પાડવી જોઇએ.

એમએસએમઇ ઉદ્યોગ અંતગર્ત હાર્ડવેરની ચીજવસ્તુઓનું બજાર આપણે ત્યાં ચીને સર કરેલ છે. જેથી ચીનમાંથી દર મહિને અંદાજે 400 ક્ધટેનરનો માલ આયાત કરવામાં આવે છે. જેથી આપણી સ્થાનીક બજારના માલની દેશમાં ખપત થતી નથી. જેથી આવા આયાતી માલની ઉપર 40% કસ્ટમ ડયુટી કરવા, આયાતી માલના કિલોગ્રામ દીઠ ઓછામાં ઓછી નક્કી કરેલી કસ્ટમ ડયુટીનો ચાર્જ સામેલ કરવો તથા આયાતી માલનું ઇન્વોઇસ ફરજીયાતપણે ભારતની એમ્બસીમાંથી લીગલ પ્રક્રિયામાંથી પસાર કરાવેલું હોવું જોઇએ તેવી રજુઆત ગ્રેટર ચેમ્બરના પ્રમુખ રાજીવભાઇ દોશી, ચેરમેન ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ ઇશ્ર્વરભાઇ બ્રાંભોલીયા, ઉપેનભાઇ મોદીએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.